Gujarati Video: સમઢિયાળા ગામે થયેલ જૂથ અથડામણમાં બે ભાઈઓની હત્યા બાદ ઉકળતો ચરૂ, પરિવારનો મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર

|

Jul 13, 2023 | 11:21 PM

Surendranagar: સુરેન્દ્રનગરના સમઢિયાળા ગામે જૂથ અથડામણમાં પછાત સમાજના બે સગા ભાઈઓની હત્યા બાદ ઉકળતા ચરૂ જેવી સ્થિતિ છે. પરિવારે જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો છે. કોંગ્રેસના પ્રદેશપ્રમુખ શક્તિસિંહે પરિવારને સાંત્વના પાઠવી હતી.

Surendranagar: સુરેન્દ્રનગરના સમઢીયાળા ગામે જૂથ અથડામણમાં પછાત સમાજના બે સગાઓની ભાઈઓની હત્યા બાદ મામલો ઉગ્ર બન્યો છે. અનુસૂચિત જાતિના લોકોમાં રોષ ફેલાયો છે. મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરીને મૃતકના પરિવારજનો ધરણા પર બેઠા છે. કોંગ્રેસના નેતાઓ પરિવારજનોને મળવા પહોંચ્યા હતા. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શકિત સિંહ ગોહિલે પરિવારજનોને સાંત્વના પાઠવી અને ન્યાય અપાવવાની ખાતરી આપી.

આ પણ વાંચો : સુરેન્દ્રનગરમાં જુથ અથડામણ હત્યામાં ફેરવાઈ, 2 લોકોના સારવાર દરમ્યાન મોત, જુઓ Video

કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહની સાથે  કોંગ્રેસ નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરૂ, શૈલેષ પરમાર, કરશન સાગઠીયા પણ હાજર રહ્યા. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને લઈને પોલીસ અને સરકાર પર આકરા પ્રહારો કર્યા. મહત્વનું છે કે ભાજપના બે ધારાસભ્યો સિવિલ હોસ્પિટલ ખાતે પરિવારજનોને સાંત્વના આપવા પહોંચતાં તેમનો વિરોધ થયો હતો.

ભાજપના પાટડીના ધારાસભ્ય પીકે પરમાર અને વઢવાણના ધારાસભ્ય જગદીશ દલવાડી મૃતકના પરિવારની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં પરિવાર સહિત સમાજના આગેવાનોએ ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કરીને બંનેનો વિરોધ કર્યો હતો.

સુરેન્દ્રનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video