Gujarati Video: ગીર સોમનાથમાં દેવકા નદી પ્રદૂષિત બનતા લોકોમાં રોષ, ખાનગી કંપની દ્વારા કેમિકલ યુક્ત પાણી છોડવાનો આરોપ

|

Feb 26, 2023 | 11:04 PM

Gir Somnath: ગીરસોમનાથના વેરાવળમાં હિરણ બાદ હવે દેવકા નદી પ્રદૂષિત બનતા લોકોમાં રોષ ફેલાયો છે. સ્થાનિકો નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવાનો આરોપ લગાવી રહ્યા છે.

ગીર સોમનાથના વેરાવળમાં હિરણ બાદ દેવકા નદી પ્રદૂષણ બનતા લોકોમાં ઉગ્ર રોષ ફેલાયો. ખાનગી કંપની દ્વારા દેવકા નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડતા હોવાનો સ્થાનિકોનો આરોપ છે. કેમિકલ યુક્ત પાણીના કારણે આંખોમાં બળતરા અને ભયંકર દુર્ગંધની ફરિયાદ પણ ઉઠી છે. પ્રદૂષણથી ત્રસ્ત સ્થાનિકોએ વારંવાર નગરપાલિકાને રજૂઆત કરી છે. છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા લોકોએ પાલિકાના તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો.

આ તરફ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામેથી શનિવારે (2502.23) સરકારી દવાનો ફેંકી દેવાયેલો મોટો જથ્થો મળી આવતા ચકચાર મચી ગઈ છે. લોઢવા ગામની સીમમાં કોઈ અજાણ્યા શખ્સો ફરી એકવાર સરકારી વણવપરાયેલી દવાનો જથ્થો ફેંકી ગયા છે. લોઢવા ગામના સરપંચે આરોગ્ય અધિકારીઓને દવાના જથ્થાની તપાસ કરવા જાણ કરી છે. આ પૂર્વે પણ ગામની સીમમાંથી મળેલા દવાના જથ્થા અંગે હજુ સુધી કોઈ તપાસ થઈ નથી. આ દવાના જથ્થા અંગે સ્થાનિક તંત્રને જાણ કરતા તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને આ જથ્થો સરકારી દવા હોવાનું સ્વીકાર્યું હતું.

આ પણ વાંચો: Gujarati Video: લેબલવાળા ગોળ પર 18 ટકાના બદલે હવે 5 ટકા GST કરાતા ગીરસોમનાથના ગોળ ઉત્પાદકોમાં આનંદની લાગણી

સુત્રાપાડાના લોઢવા ગામના સીમ વિસ્તારમાંથી સરકારી દવાનો મોટો જથ્થો મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી. આ અંગે લોકોએ સ્થાનિક તંત્રને જાણ કરતા અધિકારી સ્થળ પર દોડી જઈ તપાસ કરતા આ તમામ જથ્થો સરકારી દવાની અલગ અલગ દવા તેમજ બોટલોનો મોટાપાયે મળ્યો હતો. જેથી આ દવા કોણે અને કયા કારણે આવી જગ્યાં પર ફેંકી દેવામાં આવી તેની તપાસ હાથ ધરવામાં આવી છે.

 

Next Video