Gujarati Video: ગીરસોમનાથના સુત્રાપાડાના લોઢવા ગામની સીમમાંથી સરકારી દવાનો મોટો જથ્થો મળી આવ્યો
Gir Somnath: જિલ્લાના સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામની સીમમાંથી સરકારી દવાનો મોટો જથ્થો મળી આવ્યો છે. આ અંગે જાણ થતા જ સરપંચે દવાના જથ્થાની તપાસ કરવા માટે સંબંધિત અધિકારીઓને બોલાવ્યા હતા. અગાઉ પણ લોઢવા ગામની સીમમાંથી આ રીતે ફેંકાયેલો દવાનો જથ્થો મળી આવ્યો હતો.
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામેથી સરકારી દવાનો ફેંકી દેવાયેલો મોટો જથ્થો મળી આવ્યો હતો. લોઢવા ગામની સીમમાં કોઈ અજાણ્યા શખ્સો ફરી એકવાર સરકારી વણવપરાયેલી દવાનો જથ્થો ફેંકી ગયા છે. લોઢવા ગામના સરપંચે આરોગ્ય અધિકારીઓને દવાના જથ્થાની તપાસ કરવા જાણ કરી છે. આ પૂર્વે પણ ગામની સીમમાંથી મળેલા દવાના જથ્થા અંગે હજુ સુધી કોઈ તપાસ થઈ નથી. આ દવાના જથ્થા અંગે સ્થાનીક તંત્રને જાણ કરતા તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને આ જથ્થો સરકારી દવા હોવાનું સ્વીકાર્યું હતું.
સુત્રાપાડાના લોઢવા ગામના સીમ વિસ્તારમાંથી સરકારી દવાનો મોટો જથ્થો મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી. આ અંગે લોકોએ સ્થાનિક તંત્રને જાણ કરતા અધિકારી સ્થળ પર દોડી જઈ તપાસ કરતા આ તમામ જથ્થો સરકારી દવાની અલગ અલગ દવા તેમજ બોટલોનો મોટાપાયે મળ્યો હતો. જેથી આ દવા કોણે અને કયા કારણે આવી જગ્યાં પર ફેંકી દેવામાં આવી તેની તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: Gujarati Video: સાવજડા સેંજળ પીવે, તરસી સિંહણો ગ્રામ્ય વિસ્તારોમાં આવી કુંડીમાંથી પીવા લાગી પાણી, જુઓ Video
જો મૂંગા પશુઓ આ દવાઓ ખાઈ જાય તો ગંભીર બીમારીનો ભોગ બની શકે તેમજ અન્ય આડઅસર થવાની સંભાવના છે. જેથી સ્થાનિક તંત્ર આ દવાની તપાસ કરી રહી છે. થોડા દિવસ અગાઉ પણ આજ જગ્યા પરથી દવાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. તેની તપાસ હાલ ચાલુ છે. ત્યાં ફરીથી તે જ જગ્યા પર મોટો દવાનો જથ્થો મળી આવ્યો છે. તંત્રના અધિકારીઓ સ્થળ ઉપર આવતા સરકારી દવા હોવાનું સ્વીકાર્યું હતું.