સુરતના(Surat) માંગરોળને પાક નુક્સાનીનું વળતર આપવામાં બાકાત રખાતાં ખેડૂતોમાં(Farmers) રોષ વ્યાપ્યો છે. ખેડૂતોએ પરસેવો પાડીને મહામૂલો પાક તૈયાર કર્યો હતો. પરંતુ કમોસમી વરસાદના(Rain) કારણે પાકને મોટાપાયે નુક્સાન ગયું છે.ખેડૂતોનો આક્ષેપ છે કે આ અંગે તેમણે અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં માંગરોળ તાલુકાને સરકારી સહાયમાંથી બાકાત રાખવામાં આવ્યો છે. જેને પગલે ખેડૂતોએ સરકારી તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે અને સહાયની માગ કરી છે.
તો બીજી તરફ માંગરોળના વિસ્તરણ અધિકારીએ સહાયના નિયમોનું કારણ આપ્યું છે. અધિકારીએ કહ્યું કે- 33 ટકાથી વધુ વરસાદ હોય તો જ સહાય મળવાપાત્ર થાય છે.માંગરોળ તાલુકામાં 33 ટકા કરતા ઓછો વરસાદ હોવાથી માંગરોળ તાલુકાને પસંદ કરવામાં નથી આવ્યો. તેમ છતાં વરસાદ આવ્યો ત્યારે જ ગ્રામસેવકોને માંગરોળ તાલુકામાં સર્વેની સૂચના આપી હતી. પરંતુ ખેડૂતો તરફથી કોઈ અરજી કે ફરિયાદ મળી નથી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…