Gujarati Video : સુરતના હજીરામાં તળાવમાં ડૂબી જતા બે બહેનોના મોત, પરિવારજનોમાં શોકનો માહોલ

| Edited By: | Updated on: May 18, 2023 | 1:35 PM

સુરતના (Surat) હજીરા વિસ્તારમાં AMNS કોલોનીના તળાવ આસપાસ બે બહેનો રમી રહી હતી. તે દરમિયાન બંને બાળકી ડૂબી ગઇ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે.

સુરતના (Surat)  હજીરા વિસ્તારમાં તળાવમાં ડૂબી જતા બે સગી બહેનોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે. AMNS કોલોનીના તળાવ આસપાસ બે બહેનો રમી રહી હતી. તે દરમિયાન બંને બાળકી ડૂબી ગઇ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. બંને બહેનો બપોર બાદ ગુમ થઇ ગઇ હતી. જે પછી પરિવારજનો દ્વારા બંનેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જે પછી તળાવમાંથી બંને બહેનોના મૃતદેહ મળી આવ્યાં હતા. એક સાથે બે બહેનોના મોત થતાં પરિવાર સહિત આસપાસનો સ્થાનિકોમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો-Breaking News : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 20 -21 મે ગુજરાતની મુલાકાતે, વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ- ખાતમુહૂર્ત કરશે

મળતી માહિતી મુજબ મૂળ તામિલનાડુના વતની મહેન્દ્રન વેલાઈદમ હજીરા સ્થિત એએમએનએસ કંપનીમાં નોકરી કરે છે અને કંપનીની કોલોનીમાં રહે છે. તેમની બે પુત્રી ક્રિષ્નાવેની [ઉ.09] અને રેણુંપ્રિયા [ઉ.06] ઘરેથી બહાર રમવા ગયી હતી. દરમ્યાન મોડે સુધી દીકરીઓ ઘરે પરત નહી આવતા બંને દીકરીઓની પરિવારે શોધખોળ હાથ ધરી હતી. આ ઉપરાંત બનાવની જાણ પોલીસને પણ કરવામાં આવી હતી. આ દરમ્યાન એએમએનએસ કોલોનીમાં આવેલા તળાવમાંથી બંને દીકરીઓના મૃતદેહ મળી આવ્યા હતા.

પોલીસે બંને દીકરીઓની લાશને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી, તો બીજી તરફ બંને દીકરીઓના મોતને લઈને પરિવારમાં શોકમાં ગરકાવ થઇ ગયો હતો. બંને બહેનો રમતા રમતા તળવામાં પડતા ડૂબી જતા મોત થયું હોવાની પ્રાથમિક આંશકા વ્યક્ત કરાઈ છે. આ મામલે હજીરા પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો