Gujarati Video : દ્વારકા અને ગીર સોમનાથના દરિયામાં ભરતીના કારણે બોટને નુકસાન, ચાર હજારથી વધુ બોટ કિનારે લાંગરી દેવાઇ

|

Jun 15, 2023 | 9:37 AM

વાવાઝોડાના કારણે ગીર સોમનાથ અને દેવભૂમિ દ્વારકામાં (Devbhumi Dwarka) ઓખાના બંદર પર લાંગરેલી બોટને નુકસાન થયુ છે.

Gir Somnath : ગુજરાતમાં તોળાઈ રહેલા સંભવિત સંકટના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. ત્યારે વાવાઝોડાના (cyclone biparjoy)કારણે ગીર સોમનાથ અને દેવભૂમિ દ્વારકામાં (Devbhumi Dwarka) ઓખાના બંદર પર લાંગરેલી બોટને નુકસાન થયુ છે. દરિયામાં ભરતીના કારણે બોટને નુકસાન પહોંચ્યું છે. ફિશીંગ બોટ એકબીજા સાથે અથડાતી જોવા મળી હતી ઓખા-આરંભડા વચ્ચે 3000 જેટલી બોટ લાંગરી દેવામાં આવી છે.

આ પણ વાંચો- Cyclone Biparjoy: બિપરજોય વાવાઝોડાને પહોંચી વળવા મુંબઈની ખાસ તૈયારી, BMCએ 120 સુરક્ષાકર્મીઓની ટીમ ઉતારી

તો ગીર સોમનાથના ભીડીયા બંદર પર લાંગરી દેવાયેલી હોડીઓના અદભૂત દ્રશ્યો પણ જોવા મળ્યા છે. બંદર પર 4 હજારથી વધુ હોડીઓ લાંગરી દેવાઈ છે. મોટી સંખ્યામાં હોડી અને બોટ દરિયા કાંઠે લાંગરી દેવાઈ છે. મહત્વનું છે કે તેવામાં બિપરજોય વાવાઝોડું જખૌના દરિયાકાંઠેથી 200 કિમી દૂર છે. દ્વારકાથી 220 અને નલિયાથી 225 કિલોમીટર દૂર છે. જ્યારે પોરબંદરથી 390 કિલોમીટર દૂર છે. બિપરજોય વાવાઝોડુ 5 કિમીની ઝડપે આગળ વધી રહ્યું છે. તો પાકિસ્તાનથી 290 કિમી દૂર છે.

બિપરજોય  વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:12 am, Thu, 15 June 23

Next Video