Gujarati Video: હાઈકોર્ટની અવમાનનાના કેસમાં આણંદના 9 જજની બિનશરતી માફીને કોર્ટે મંજૂર રાખી કેસનો કર્યો નિકાલ

|

Feb 07, 2023 | 11:39 PM

Anand: વર્ષ 1977ના વર્ષના મિલકતના કેસમાં ઝડપી ટ્રાયલ ચલાવવા હાઈકોર્ટે 2005માં આદેશ કર્યો હતો. આ કેસમાં આજ દીન સુધી ટ્રાયલ પુરી ન થતા કન્ટેમ્પ્ટ પિટીશન કરાઈ હતી. જેમાં 9 જજે હાઈકોર્ટની માફી માગતા કોર્ટે બિનશરતી માફી મંજૂર રાખી કેસનો નિકાલ કર્યો છે.

Gujarati Video: હાઈકોર્ટની અવમાનનાના કેસમાં આણંદના 9 જજની બિનશરતી માફીને કોર્ટે મંજૂર રાખી કેસનો કર્યો નિકાલ
9 જજે માગી માફી

Follow us on

આણંદના 9 જજીસે હાઈકોર્ટની અવમાનના બદલ હાઈકોર્ટમાં માફી માગી હતી. 1977ના વર્ષના મિલકતના કેસમાં ઝડપી ટ્રાયલ ચલાવવા હાઇકોર્ટે 2005માં આદેશ કર્યો હોવા છતા આજ દીન સુધી ટ્રાયલ પૂરી નહીં કરતા હાઇકોર્ટમાં કન્ટેમ્પટ પિટીશન કરવામાં આવી હતી. જેને લઈ આણંદના 9 જજીસે હાઈકોર્ટમાં માફી માગી હતી.

તો બીજી તરફ હાઈકોર્ટે અવલોકન કર્યું કે, રાજ્યની નીચલી કોર્ટના જજીસને ક્રિમિનલ કેસ સાથે સિવિલ કેસમાં પણ ધ્યાન આપવું જોઈએ. જેથી આવા કેસનો ભરાવો ન થઈ રહે. હાલ હાઈકોર્ટે તમામ 9 જજીસની બિનશરતી માફીને મંજુર રાખી કેસનો નિકાલ કર્યો હતો.

આ તરફ રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તથા ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા જિલ્લા ન્યાયાલય, આણંદ અને તેના તાબા હેઠળની તમામ અદાલતો બોરસદ, ખંભાત, પેટલાદ, ઉમરેઠ, સોજિત્રા, આંકલાવ અને તારાપુર ખાતે તા.11 ફેબ્રુઆરી 2023 ના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. પક્ષકારો અને વકીલ મિત્રોને આ રાષ્ટ્રીય લોક અદાલતનો લાભ લેવા આણંદ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ એ.જી.શેખ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ પણ વાંચો: ગુજરાત હાઈકોર્ટ દ્વારા ઐતિહાસિક નિર્ણય, 32 જિલ્લામાં કોર્ટની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરાશે

દેશ અને રાજ્યમાં અદાલતી કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે અનેક કેસો એવા છે જેમાં પક્ષકારો વચ્ચે પરસ્પર સમાધાનથી ઉકેલ આવી શકતો હોય છે. આવા કેસોમાં અનેકવાર કોઈ એક પક્ષકારની અનઉપસ્થિતી કે અન્ય કારણોસર વારંવારની મુદત પડતી હોઈ કોર્ટનો સમય બગડતો હોય અને ન્યાયમાં પણ વિલંબ થતો હોય છે. જેમા સરળ સમાધાન થઈ શકે તેવા કેસોમાં રાષ્ટ્રીય લોક અદાલત વકીલ અને અસીલ માટે આશીર્વાદ પુરવાર થઇ રહી છે.

Next Article