મોરબી જિલ્લા ભાજપમાં આંતરિક જુથવાદ સામે આવ્યો, જુઓ Video

મોરબી જિલ્લા ભાજપમાં આંતરિક જુથવાદ સામે આવ્યો, જુઓ Video

| Edited By: | Updated on: Jul 16, 2023 | 11:29 PM

સાંસદ મોહન કુંડારિયાએ કટાક્ષ કરતા કહ્યું હતું કે કેટલાક લોકોને એમ હતું કે 2024 માં પુરૂ થશે હવે વાંકાનેરમાં 2029 સુધી સાંસદ છે. ગાડા નીચે શ્વાન જતું હોય તો તેને એમ હોય કે ગાડાનો ભાર શ્વાન પર છે પણ ભાર બળદ પર હોય છે. એટલે શ્વાને એવું ન વિચારવું જોઇએ કે ભાર તેના પર છે.

Morbi: મોરબી જિલ્લા ભાજપમાં(BJP)આંતરિક જુથવાદ સામે આવ્યો છે. જેમાં રાજ્ય સભાના સાંસદ પદના ઉમેદવાર કેસરી દેવસિંહ ઝાલાના(Kesari Dev Singh Jhala) સન્માન સમારોહમાં જુથવાદ જોવા મળ્યો છે. જેમાં MLA જીતુ સોમાણીની સૂચક ગેરહાજરી જોવા મળી હતી. તેમજ સમારંભમાં સાંસદ મોહન કુંડારિયાએ કટાક્ષ કરતા કહ્યું હતું કે કેટલાક લોકોને એમ હતું કે 2024 માં પુરૂ થશે હવે વાંકાનેરમાં 2029 સુધી સાંસદ છે. ગાડા નીચે શ્વાન જતું હોય તો તેને એમ હોય કે ગાડાનો ભાર શ્વાન પર છે પણ ભાર બળદ પર હોય છે. એટલે શ્વાને એવું ન વિચારવું જોઇએ કે ભાર તેના પર છે.

તેમજ મોહન કુંડારિયાના કટાક્ષથી રાજકારણ ગરમાયું છે. જ્યારે વિધાનસભાની ચૂંટણી વખતે મોહન કુંડારિયા અને જીતુ સોમાણી આમને સામને હતા. ત્યારે આ જુથવાદ હજુ મોરબી જિલ્લામાં જોવા મળી રહ્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો