Surat: 28મી મે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવી સંસદનું ઉદ્દઘાટન કરવા જઈ રહ્યા છે. આ દિવસે વીર સાવકકર જયંતિ પણ છે. ત્યારે આ ઉદ્દઘાટન સમારોહને લઈને વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ ઉદ્દઘાટન સમારોહનો 20 વિપક્ષી પાર્ટી દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો છે. ત્યારે નવા સંસદ ભવનનું ઉદ્દઘાટન વિપક્ષના એકપણ નેતાની હાજરી વિના જ કરવામાં આવે તેવી શક્યતા છે. જો કે હાલ સત્તારૂઢ ભાજપ દ્વારા પણ સમારોહનો વિરોધ કરનારા વિપક્ષને આડેહાથ લેવામાં આવી રહ્યો છે. જેમા રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિપક્ષ પર પ્રહાર કર્યો કે કોંગ્રેસે હંમેશા વિકાસના કામમાં રોડા નાખવાનુ કામ કર્યુ.
સુરતમાં એક જાહેર કાર્યક્રમમાં હાજર આપવા આવેલા હર્ષ સંઘવીએ નવા સંસદ ભવનના ઉદ્દઘાટનને લઈને સર્જાયેલા વિવાદ મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કર્યો. હર્ષ સંઘવીઓ આરોપ લગાવ્યો કે દેશમાં કોઈપણ વિકાસનું કામ થાય કોંગ્રેસ હંમેશા વિરોધ કરવાની રાજનીતિ કરે છે. હર્ષ સંઘવીએ પ્રહાર કર્યો તે વિકાસ વિરોધીઓને પ્રજાએ ઓળખવાની જરૂર છે અને આવા લોકોને યોગ્ય જવાબ આપવો પડશે.
આ તરફ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ નવા સંસદ ભવનના પીએમ મોદી દ્વારા ઉદ્દઘાટનનો વિરોધ કરનારી વિપક્ષી પાર્ટીઓની નીંદા કરી છે. તેમણે કહ્યુ કે નવનિર્મીત સંસદનુ લોકાર્પણ એ ગૌરવપૂર્ણ બાબત છે. વિપક્ષી દળોના વિરોધનો નિર્ણય નીંદનીય છે, અપમાનજનક છે અને લોકતાંત્રિક મૂલ્યો પર હુમલો છે. વિપક્ષોના બહિષ્કારની આ પહેલી ઘટના નથી. વિપક્ષે અગાઉ પણ સંસદીય નિયમો અને સંસદનો બહિષ્કાર કરેલો છે. આ પહેલા GST વિશેષ સત્રનો પણ બહિષ્કાર કર્યો હતો. આ તેમનું આત્મઘાતી પગલું છે.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 5:31 pm, Thu, 25 May 23