Gujarati Video: હિન્દુ નેતા કાજલ હિન્દુસ્તાનીએ ચોક્કસ સમુદાય ઉપર કરેલા વિવાદાસ્પદ નિવેદનથી વિવાદ

|

Apr 01, 2023 | 6:57 PM

કાજલના નિવેદનના સમગ્ર ઉનામાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. શહેરમાં એક વેપારીની દુકાનમાં કામ કરતા કર્મચારી અને વેપારી વચ્ચે પણ કાજલના ભાષણ મુદ્દે પણ બોલાચાલી થઈ. વિધર્મી કર્મચારી વેપારી માલિક સાથે ગાળાગાળી કરી રસ્તા ઉપર ઉતરી આવ્યો અને તેણે વેપારીને ધમકી પણ આપી હતી.

ગીર સોમનાથના ઉનામાં હિન્દુ નેતા કાજલ હિન્દુસ્તાનીએ આપેલા ભાષણને લઈને ભારે વિવાદ સર્જાયો છે. રામનવમીના દિવસે યોજાયેલી સભામાં કાજલ હિન્દુસ્તાનીએ જાહેર મંચ પરથી લવ જેહાદ તેમજ લેન્ડ જેહાદ સહિતના મુદ્દે ચોક્કસ સમુદાય પર નિશાન સાધ્યું છે.

કાજલ હિન્દુસ્તાનીએ લવ જેહાદ મુદ્દે સેના બનાવવા આહ્વાન કર્યું હતું. જોકે કાજલ હિન્દુસ્તાનીના ભાષણના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. કાજલના નિવેદન બાદ ઉનામાં એક સમાજે બંધનું એલાન આપ્યું હતું. જેને લઈને ઉના સજ્જડ બંધ જોવા મળ્યું હતું. આ ઘટનાને પગલે ઉનાના સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: વડોદરાની MS યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના બે ગૃપ વચ્ચે છુટા હાથની મારામારી, જુઓ Video

ચેમ્બર ઓફ કોમર્સે દ્વારા ઉના બંધનું એલાન

કાજલના નિવેદનના સમગ્ર ઉનામાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. શહેરમાં એક વેપારીની દુકાનમાં કામ કરતા કર્મચારી અને વેપારી વચ્ચે પણ કાજલના ભાષણ મુદ્દે પણ બોલાચાલી થઈ. વિધર્મી કર્મચારી વેપારી માલિક સાથે ગાળાગાળી કરી રસ્તા ઉપર ઉતરી આવ્યો અને તેણે વેપારીને ધમકી પણ આપી હતી. જેના વિરોધમાં ચેમ્બર ઓફ કોમર્સે ઉના બંધનું એલાન આપ્યું. બંધને પગલે મોટાભાગની મુખ્ય બજારો બંધ રહી હતી.

પોલીસે કાર્યવાહીની ખાતરી આપતા વિવાદ થાળે પડ્યો

ઉના પોલીસે રામનવમીના સંચાલક અને કાજલ હિન્દુસ્તાની વિરૂદ્ધ  કાયદાકીય કાર્યવાહીની ખાતરી આપતા સમગ્ર વિવાદ થાળે પડ્યો હતો. નોંધનીય છે કે કાજલ હિન્દુસ્તાની  પોતાના વિવાદીત નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Video