Gujarati Video: મારવાડી કોલેજમાં ફરી વિવાદ, વિદ્યાર્થીની જ્ઞાતિ મુદ્દે ટીપ્પણી કરનારા 4 વિદ્યાર્થી સામે ફરિયાદ નોંધવામાં આવી

| Edited By: | Updated on: Feb 11, 2023 | 7:06 PM

મારવાડી યુનિવર્સિટીના રજિસ્ટ્રાર નરેશ જાડેજાએ જણાવ્યું કે, કોલેજ બહાર વિદ્યાર્થીને (Student) માર મારવામાં આવ્યો હતો. પરંતુ ચારેય વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે તો યુનિવર્સિટી શિક્ષાત્મક પગલાં લઈ શકે છે.

રાજકોટની મારવાડી કોલેજ ફરીથી એક વાર વિવાદમાં આવી છે. આ વખતે વિવાદનું કારણ જ્ઞાતિ છે. મારવાડી કોલેજમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થી સાથે અભ્યાસ કરતા સવર્ણ જાતિના 4 વિદ્યાર્થીઓ અનૂસુચિત જાતિના વિદ્યાર્થીની જ્ઞાતિ વિશે એલફેલ બોલ્યા હતા.

આ ઘટના બાદ કોલેજની બહાર ચારેય વિદ્યાર્થીએ ઢોરમાર મારીને પીડિત વિદ્યાર્થીને બેભાન કર્યો હતો, આથી વિદ્યાર્થીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. વિદ્યાર્થીને માર મારનાર ચારેય વિદ્યાર્થી વિરુદ્ધ કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવમાં આવી છે.

આ હતી સમગ્ર ઘટના?

આરોપી વિદ્યાર્થીઓ છેલ્લા 6 મહિનાથી અનુસૂચિત જાતિના વિદ્યાર્થીના ફ્રી-શિપ કાર્ડ સહિત જ્ઞાતિના મુદ્દે વિવિધ મજાક ઉડાવતા હતા. તેમજ ફ્રી-શિપ કાર્ડ વિના કોલેજમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીની અભ્યાસ કરવાની હેસિયત ન હોવાનું કહેતા હતા. સાથે જ જ્ઞાતિ વિશે વિવિધ વાતો કહી કહીને હડધૂત કરતા હતા. હાલ આ 4 વિદ્યાર્થી સામે કુવાડવા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી સમગ્ર કેસની તપાસ ચાલુ કરવામાં આવી છે.

તો બીજી તરફ મારવાડી યુનિવર્સિટીના રજિસ્ટ્રાર નરેશ જાડેજાએ જણાવ્યું કે, કોલેજ બહાર વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હતો. પરંતુ ચારેય વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે તો યુનિવર્સિટી શિક્ષાત્મક પગલાં લઈ શકે છે.

Published on: Feb 11, 2023 07:04 PM