Gujarati Video : કરજણ સ્વામીનારાયણ મંદિરના સેવક વિરુદ્ધ 48 લાખની ઉચાપતની ફરિયાદ, પોલીસે તપાસ શરૂ કરી

|

Feb 05, 2023 | 9:19 PM

વડોદરા જિલ્લાના કરજણ નવાબજાર વિસ્તારના સ્વામીનારાયણ મંદિરના બાલસ્વરૂપદાસજી સ્વામીએ કરજણ પોલીસ મથકે છેતરપીંડી કરવાની ફરિયાદ કરી છે.જેમાં કરજણ સ્વામિનારાયણ મંદિરના બેન્કના એકાઉન્ટમાંથી ચેકોમાં બોગસ સહીઓ કરી 48 લાખ ઉપરાંત રૂપિયા ઉપાડી છેતરપીંડી કરાઇ હોવાની ફરિયાદ કરી છે

વડોદરા જિલ્લાના કરજણ નવાબજાર વિસ્તારના સ્વામીનારાયણ મંદિરના બાલસ્વરૂપદાસજી સ્વામીએ કરજણ પોલીસ મથકે છેતરપીંડી કરવાની ફરિયાદ કરી છે.જેમાં કરજણ સ્વામિનારાયણ મંદિરના બેન્કના એકાઉન્ટમાંથી ચેકોમાં બોગસ સહીઓ કરી 48 લાખ ઉપરાંત રૂપિયા ઉપાડી છેતરપીંડી કરાઇ હોવાની ફરિયાદ કરી છે. જેમાં કરજણ સ્વામિનારાયણ મંદિરના રૂપિયા 48,43,230 ની ઉચાપત કરી છે.

જેમા બાલ સ્વરૂપદાસ સ્વામીએ લખાવેલી ફરિયાદ મુજબ વડોદરાના કૃણાલ વિનુભાઈ પટેલે ઉચાપત કરતા કરજણ પંથકમાં ચકચાર મચી છે. જેના પગલે પોલીસે વડોદરાના કૃણાલ વિનુભાઈ પટેલ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જેમાં કરજણ પોલીસે 406, 408, 420, 465, 468, 471 મુજબ વડોદરાના કૃણાલ વિનુભાઈ પટેલ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

જેમાં સમગ્ર વિગત મુજબ કૃણાલ પટેલે મંદિરના એકાઉન્ટમાંથી ચેકો ઉપર બોગસ સહીઓ કરી બારોબાર ઉપાડી લીધા હતા. તેમજ આ રકમ અને મંદિરના એકાઉન્ટમાં જમા રકમ પણ પોતાના અને અન્ય એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરી કુલ 48,43,230 લાખની ઊંચાપત કરી હતી.

કરજણના નવા બજાર વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટી બાલ સ્વરૂપદાસજી સ્વામી અને અન્ય ટ્રસ્ટી ઠાકોર વેરીભાઈ પટેલની બોગસ સહી કરી બેન્ક ઓફ ઈન્ડિયામાં મુકેલી મંદિરની એફડી ખોવાઈ ગઈ છે તેવી વાત કરી મંદિરમાં સેવા આપતા કૃણાલ વિનુભાઈ પટેલ બેંકમાં એફિડેવિટ રજૂ કરી હતી અને મંદિરના એકાઉન્ટમાં એફડીના 24 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા.

આ પણ વાંચો : Gujarati Video : ગુજરાત સરકારના જંત્રી બમણા કરવાના નિર્ણયને બિલ્ડર્સ એસોસિએશને ઉતાવળિયો ગણાવ્યો

Next Video