Gujarati Video : નવા સંસદ ભવનના ઉદ્ઘાટનનો વિરોધ કરનારની CM ભૂપેન્દ્ર પટેલે કરી નિંદા, કહ્યુ- આ લોકતાંત્રિક મૂલ્યો પર હુમલો

| Edited By: | Updated on: May 25, 2023 | 12:27 PM

ખેડા (Kheda) જિલ્લાના નડિયાદમાં એક કાર્યક્રમ દરમિયાન મુખ્યપ્રધાને કહ્યું કે સંસદ ભવનના (Parliament House) નવનિર્મિત સંકુલનું લોકાર્પણએ ગૌરવપૂર્ણ બાબત છે.

નવા સંસદ ભવનના વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટનનો વિપક્ષી દળો વિરોધ કરી રહ્યા છે. જેની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિંદા કરી છે. ખેડા જિલ્લાના નડિયાદમાં એક કાર્યક્રમ દરમિયાન મુખ્યપ્રધાને કહ્યું કે સંસદ ભવનના (Parliament House) નવનિર્મિત સંકુલનું લોકાર્પણએ ગૌરવપૂર્ણ બાબત છે. વિપક્ષી દળોના વિરોધનો નિર્ણય નિંદનીય છે, અપમાનજનક છે અને લોકતાંત્રિક મૂલ્યો પર હુમલો છે. વિપક્ષોના બહિષ્કારની આ પહેલી ઘટના નથી. વિપક્ષે અગાઉ પણ સંસદીય નિયમો અને સંસદનો બહિષ્કાર કરેલો છે. આ પહેલા GST વિશેષ સત્રનો પણ બહિષ્કાર કર્યો હતો. આ તેમનું આત્મઘાતી પગલું છે.

આ પણ વાંચો-Ahmedabad : બાબા બાગેશ્વર આજે વટવામાં દેવકીનંદન મહારાજના કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત

મહત્વનું છે કે 28 મેના રોજ યોજાનાર નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહથી અનેક વિપક્ષી પાર્ટી દૂર રહી શકે છે. પશ્ચિમ બંગાળમાં સત્તાધારી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસના બહિષ્કારની માહિતી હતી. જે પછી કોંગ્રેસ દ્વારા નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સમારોહના કાર્યક્રમનો બહિષ્કાર કર્યો છે.

ખેડા  જિલ્લા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો