Gujarati Video : CM ભૂપેન્દ્ર પટેલના પુત્ર હિન્દુજા હોસ્પિટલમાં સારવાર હેઠળ, CMએ શુભચિંતકોને મુંબઇ ન આવવા કરી અપીલ

Gujarati Video : CM ભૂપેન્દ્ર પટેલના પુત્ર હિન્દુજા હોસ્પિટલમાં સારવાર હેઠળ, CMએ શુભચિંતકોને મુંબઇ ન આવવા કરી અપીલ

TV9 Gujarati
| Edited By: | Updated on: May 02, 2023 | 3:38 PM

ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને જીતુ વાઘાણીએ પણ તેમની મુલાકાત લીધી હતી. જો કે બીજી તરફ મુખ્યમંત્રીએ તમામ નેતાઓ, મિત્ર વર્તુળ તેમજ શુભચિંતકોને અપીલ કરી છે કે અનુજની તબિયત પૂછવા માટે તેઓ મુંબઈ ન આવે.

રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઇન સ્ટ્રોક આવતાં તેમને મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યારે એક પછી એક ભાજપના આગેવાનો મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં મુખ્યમંત્રીના દીકરાના હાલ ચાલ જાણવા જઇ રહ્યા છે. ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને જીતુ વાઘાણીએ પણ તેમની મુલાકાત લીધી હતી. જો કે બીજી તરફ મુખ્યમંત્રીએ તમામ નેતાઓ, મિત્ર વર્તુળ તેમજ શુભચિંતકોને અપીલ કરી છે કે અનુજની તબિયત પૂછવા માટે તેઓ મુંબઈ ન આવે. અન્ય દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે ભૂપેન્દ્ર પટેલે અપીલ કરી છે.

આ પણ વાંચો-સુદાનથી ઓપરેશન કાવેરી અંતર્ગત 208 ગુજરાતી પરત ફર્યા, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તમામને આવકાર્યા

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલની સર્જરી બાદ તેને ઓબ્ઝર્વેશનમાં હિન્દુજા હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. હાલમાં અનુજની તબિયત સ્થિર છે. બ્રેઈન સ્ટ્રોક આવતા રવિવારે અનુજ પટેલને હોસ્પિટલ ખસેડાયા હતા. અનુજ પટેલને હાઈ બ્લડ પ્રેશરની તકલીફ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હિન્દુજા હોસ્પિટલમાં અનુજ પટેલની સારવાર શરૂ થયા પછી હોસ્પિટલ તરફથી હેલ્થ બુલેટિન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં તેમની તબિયત સ્થિર હોવાનુ જણાવ્યુ છે.

બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ નેતાઓ, મિત્ર વર્તુળ તેમજ શુભચિંતકોને અપીલ કરી છે કે અનુજની તબિયત પૂછવા માટે તેઓ મુંબઈ ન આવે. અન્ય દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે ભુપેન્દ્ર પટેલે અપીલ કરી છે.

(વિથ ઇનપુટ-જીજ્ઞેશ પટેલ,મુંબઇ)

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published on: May 02, 2023 03:34 PM
g clip-path="url(#clip0_868_265)">