Gujarati Video : ધોરણ એકમાં પ્રવેશ માટે બાળકની ઉંમર 6 વર્ષ હોવી જરૂરી : ઋષિકેશ પટેલ

|

Feb 02, 2023 | 9:52 PM

ગુજરાતમાં શિક્ષણ નીતિ મુજબ બાળકને 6 વર્ષ પૂર્ણ થવામાં એકપણ દિવસ બાકી હશે તો ધોરણ 01માં પ્રવેશ નહીં મળે. આ અંગે સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે વાલીઓના વિરોધ છતાં પણ સરકાર આ નિર્ણય પર અડગ છે. તેમણે કહ્યું કે બાળકને 6 વર્ષ પૂર્ણ થવામાં એકપણ દિવસ બાકી હશે તો પ્રવેશ નહીં મળે. જો કે, તેમણે કહ્યુ કે 6 વર્ષથી ઓછા બાળકો માટે બાળ વાટિકાનું આયોજન કરાયું છે

ગુજરાતમાં શિક્ષણ નીતિ મુજબ બાળકને 6 વર્ષ પૂર્ણ થવામાં એકપણ દિવસ બાકી હશે તો ધોરણ 01માં પ્રવેશ નહીં મળે. આ અંગે સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે વાલીઓના વિરોધ છતાં પણ સરકાર આ નિર્ણય પર અડગ છે. તેમણે કહ્યું કે બાળકને 6 વર્ષ પૂર્ણ થવામાં એકપણ દિવસ બાકી હશે તો પ્રવેશ નહીં મળે. જો કે, તેમણે કહ્યુ કે 6 વર્ષથી ઓછા બાળકો માટે બાળ વાટિકાનું આયોજન કરાયું છે. મહત્વનું છે કે, સરકારનું કહેવું છે કે, 6 વર્ષ સુધીના બાળકોની બુદ્ધિનો વિકાસ સારો થાય તે છે. તેથી 6 વર્ષે જ ભણવા આવે તો વધુ સારુ..

વડોદરાના કમાટીબાગ ખાતે વાલીઓ એકઠા થયા અને મોરચો માડ્યો હતો

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે 2020માં એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ હતું. જેનો આજે પણ વિરોધ થઇ રહ્યો છે.જાહેરનામા મુજબ, 2023-24ના શૈક્ષણિક વર્ષથી જો બાળકની ઉમર 6 વર્ષ હશે તો જ ધોરણ-1માં પ્રવેશ મળશેજો કે, હવે વાલીઓ લડી લેવાના મૂડમાં આવી ગયા છે.વડોદરાના કમાટીબાગ ખાતે વાલીઓ એકઠા થયા અને મોરચો માડ્યો હતો.

2020ના શિક્ષણ વિભાગના પરિપત્ર મુજબ ધોરણ1 માં પ્રવેશ માટેની ઉંમર 6 વર્ષ કરાતા રાજ્યના 3 લાખ બાળકો ધોરણ 1માં પ્રવેશથી વંચિત રહે તેવી સ્થિતિનું નિર્માણ થ યું છે. આ પરિપત્રના કારણે 6 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા 3 લાખ વિદ્યાર્થીઓના 1 વર્ષ સામે પ્રશ્નાર્થ મુકાયો છે. ધોરણ 1 માં પ્રવેશ ન મળવાની સ્થિતિ પેદા થતા વિદ્યાર્થીઓ અને વાલીઓનો અનોખો વિરોધ શરૂ કર્યો છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ પણ વાંચો : Gujarati Video : રાજ્યમાં વીજ ચેકિંગ મેગા ડ્રાઈવમાં 404 કેસો કરાયા, કુલ 272.74 લાખ રૂપિયાનો દંડ વસૂલાયો

Published On - 9:47 pm, Thu, 2 February 23

Next Article