ગાંધીનગરમાં આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે. કેબિનેટ બેઠકમાં PMના પ્રવાસ અને જ્ઞાનસેતુ અંગે ચર્ચા કરવામાં આવશે. આ સાથે જ ઉનાળામાં રાજ્યમાં સર્જાતી પાણીની તંગી અંગે અને રાજ્યમાં પીવાના પાણીના આયોજન અંગે ચર્ચા કરવામાં આવશે. આ અગાઉની કેબિનેટ બેઠકમાં કમોસમી વરસાદ, પાક વળતર સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.
આ પણ વાંચો : Gandhinagar: કારમાંથી મળેલા હથિયાર અને દારૂગોળા પ્રકરણમાં કાર માલિકની કરાઇ ધરપકડ
આ અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના પુત્ર અનુજ પટેલની સારવાર અર્થે મુંબઈમાં હોવાથી કેબિનેટની બેઠક મળી ન હતી. સીએમના પુત્રને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હોવાથી મુંબઈની હિંદુજા હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.
અનુજ પટેલને અમદાવાદ વૈષ્ણૌદેવી સર્કલ પાસે આવેલી કેડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ ત્યાંથી તેમને ઍર એમ્બ્યુલન્સ દ્વારા મુંબઈ હિંદુજા હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. જેના કારણે કેબિનેટ બેઠક બુધવારની જગ્યાએ ગુરુવારે આયોજન કરવામાં આવી હતી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…