Gujarati Video :મૃતક પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાલીના નામનું બોગસ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સામે આવ્યું, સાયબર ક્રાઇમમાં ફરિયાદ

| Edited By: | Updated on: May 05, 2023 | 9:50 PM

જેમાં મહિલાને જયંતિ ભાનુશાળીનાં ફોટો, મેસેજ અને મોબાઈલ નંબર મોકલવામાં આવ્યા હતા. જયંતિ ભાનુશાલી બોગસ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ મામલે તેના ભત્રીજાએ ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે ચાર વર્ષ પહેલાં જયંતિ ભાનુશાલીની હત્યા થઈ હતી.

ગુજરાતના(Gujarat)  મૃતક પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાલીના(Jayanti Bhanushali) નામનું બોગસ ઇન્સ્ટાગ્રામ (Instragram)  એકાઉન્ટ સામે આવ્યું છે. જેમાં જયંતિ ભાનુશાલીનાં નામથી બોગસ ઈન્સ્ટાગ્રામ બન્યું હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાઇ છે. જેમાં બોગસ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ માંથી મહિલાને બિભસ્ત મેસેજ કરવામાં આવ્યા હોવાની ફરિયાદ કરવામાં આવી છે. જેમાં મહિલાને જયંતિ ભાનુશાળીનાં ફોટો, મેસેજ અને મોબાઈલ નંબર મોકલવામાં આવ્યા હતા. જયંતિ ભાનુશાલી બોગસ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ મામલે તેના ભત્રીજાએ ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે ચાર વર્ષ પહેલાં જયંતિ ભાનુશાલીની હત્યા થઈ હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો  tv9gujarati.com પર

  ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published on: May 05, 2023 09:49 PM