Gujarati Video : કેનેડામાં ગુજરાતના DYSPના પુત્રનો મળ્યો મૃતદેહ, આયુષ ડાખરા 5 મેના રોજ થયો હતો ગુમ
ભાવનગર (Bhavnagar) જિલ્લાના સીદસર ગામનો 23 વર્ષીય આયુષ ડાખરા કેનેડામાં 5 મેના રોજ ગુમ થયો હતો. જે પછી હવે તેનો મૃતદેહ મળ્યો છે.
વિદેશથી ફરી એક વખત માઠા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના તત્કાલિન CM મોદીની સિક્યુરિટીમાં રહી ચૂકેલા DYSP રમેશ ડાખરાના પુત્રનો કેનેડામાંથી મૃતદેહ મળ્યો છે. ભાવનગર (Bhavnagar) જિલ્લાના સીદસર ગામનો 23 વર્ષીય આયુષ ડાખરા કેનેડામાં 5 મેના રોજ ગુમ થયો હતો. જે પછી હવે તેનો મૃતદેહ મળ્યો છે. આયુષ ડાખરા છેલ્લા સાડા ચાર વર્ષથી કેનેડામાં અભ્યાસ અર્થે ગયો હતો.
આ પણ વાંચો- ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ ગેંગનું રાજકોટ કનેક્શન ખુલ્યુ, હરેન નામના આરોપીની પૂછપરછમાં થયો આ ખુલાસો
મહત્વપૂર્ણ છે કે, મૃતક યુવકના પિતા રમેશ ડાખરા હાલમાં પાલનપુરમાં DYSP તરીકે ફરજ બજાવી રહ્યા છે. કારકિર્દી બનાવવા ગયેલા પુત્રનો મૃતદેહ મળતા પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
અમદાવાદમાંથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ચૂંટણી ટાણે જ ધરપકડ
બે બાળકીઓના મોત પાછળનું કારણ હજુ પણ અકબંધ, જુઓ વીડિયો
સુરતમાં AAPમાં આંતરિક ભડકો! ટિકિટ મુદ્દે સહ કન્વીનરનું રાજીનામું
Breaking News : ચૂંટણીમાં કોના કોના નામ કપાઈ શકે છે! જુઓ લિસ્ટ
