Gujarati Video: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ ખોરવી નાખવાની ખાલિસ્તાની ગ્રુપની ધમકીના કેસમાં, ક્રાઈમ બ્રાંચે મધ્યપ્રદેશથી બે આરોપી ઝડપ્યા
Ahmedabad: ખાલિસ્તાની ગ્રુપ દ્વારા ધમકી આપવાના કેસમાં અમદાવાદ ક્રાઈમબ્રાંચના સાયબર યુનિટને મોટી સફળતા મળી છે. જેમા મધ્યપ્રદેશના સતના અને રેવાથી બે આરોપીની ધરપકડ કરાઈ છે. લોકેશન ટ્રેસિંગ દરમિયાન એમપી, યુપી, બિહાર અને પંજાબમાં તપાસ ચાલી રહી હતી.
ગુજરાતના લોકોને ખાલિસ્તાની આતંકી ગુરપતવંતસિંહ પન્નુના અવાજમાં પ્રિરેકોર્ડેડ મેસેજ કરીને ધમકી આપવાના કેસમાં ક્રાઇમબ્રાંચના સાયબર યુનિટને મોટી મળી સફળતા મળી છે. જેમા મધ્યપ્રદેશથી બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સીમબોક્સ ટેકનિકનો ઉપયોગ કરી ધમકી આપતા હોવાનો ખૂલાસો થયો છે. લોકેશન ટ્રેસ કરતા ક્રાઈમબ્રાંચ એમપી, યુપી, બિહાર અને પંજાબમાં તપાસ કરી રહી હતી. આ દરમિયાન અલગ અલગ ફેક ટ્વીટર હેન્ડલથી પાકિસ્તાનથી ધમકીઓ અપાતી હતી. આ કેસમાં અમદાવાદ ક્રાઈમબ્રાંચના સાયબર યુનિટે મધ્યપ્રદેશથી સતના અને રેવાથી આરોપીની ધકપકડ કરાઈ છે.
ક્રાઈમ બ્રાન્ચે આ ગર્ભીત ધમકીની સત્તાવાર નોંધ કર્યા બાદ રાજ્યભરની પોલીસને એલર્ટ પર રાખી છે. ચોંકાવનારી વાત એ છે કે, ભારત અને ઓસ્ટ્રેલિયા બંને દેશના પ્રધાનમંત્રી જ્યારે અમદાવાદ સ્ટેડિયમમાં આવ્યાં તે પહેલાં જ આવા રેકોર્ડેડ મેસેજ રાજ્યના અનેક લોકોને કરાયા હતા. ક્રાઇમ બ્રાંચની તપાસમાં અમેરિકન બેઝ ખાલીસ્તાની ટેરરીસ્ટ ગુરપતવંતસિંહ પન્નુના અવાજમાં રેકોર્ડ કરેલા મેસેજ છે. આ આખો મેસેજ અંગ્રેજીમાં છે..આ મેસેજને ટ્રેસ કરીને તપાસ ચાલુ કરી ત્યારે આ મેસેજ પાકિસ્તાન બેઝ ખાલીસ્તાની ગ્રૃપના લોકોનું ષડયંત્ર હોવાનું ખુલ્યુ છે. આ મેસેજને સોશિયલ મીડિયાના માધ્યમથી પણ સ્પ્રેડ કરવામાં આવી રહ્યો છે.
સ્ટેડિયમમાં મેચ જોવા આવતા દર્શકોની સુરક્ષામાં વધારી દેવાઈ
હાલ આ મેસેજને પોલીસ એટલા માટે ગંભીરતાથી લઈ રહી છે કારણ કે, હાલ અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ રહી છે. મેસેજમાં ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીના નામ જોગ સંબંધોન છે ઉપરાંત બન્ને દેશના વડાપ્રધાન ગુરૂવારે સ્ટેડિયમ પર પણ મેચ જોવા પહોંચ્યા હતા. જેના પગલે હવે બન્ને દેશના ખેલાડીઓ અને સ્ટેડિયમમાં મેચ જોવા આવતા દર્શકોની સુરક્ષામાં વધારો કરી દેવાયો છે.
ત્યારે ક્રાઇમ બ્રાંચ તપાસ કરતા આ ધમકી ભરેલ મેસેજ પર લાગી રહ્યું છે કે ખાલીસ્તાની દ્વારા ભય અને ડરનો માહોલ ઉભો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ ગુજરાત એટીએસ,ક્રાઇમ બ્રાંચ સહિતની એજન્સીઓ દ્વારા જુના સિમી ના આરોપી વોચ રાખી રહી છે..જોકે પોલીસ સ્ટેડિયમ અને ક્રિકેટર રોકયેલ હોટલમાં સુરક્ષા વધારી દીધી છે.
ઈનપુટ ક્રેડિટ- મિહિર સોની- અમદાવાદ
