Gujarati Video : ભરૂચ જિલ્લા ભાજપાના લઘુમતી મોરચાના મહામંત્રી સહિત બે લોકોને જેલની હવા ખાવી પડી, જાણો શું છે મામલો?

|

Mar 16, 2023 | 10:39 AM

તકરાર દરમ્યાન મહિલા સાથે ઝપાઝપી થતા મહિલાના કપડા ફાડી નખાયા હતા.મહિલાએ બુમાબુમ કરતા સ્થાનિકો દોડી આવ્યા હતા.ઘટના અંગે મહિલાએ આમોદ પોલીસ મથકે 18 નવેમ્બર 2019 ના રોજ ફરિયાદ નોંધાવી હતી. જોકે બન્ને આરોપીઓ હાઇકોર્ટમાંથી તારીખો મેળવી ધરપકડથી બચતા રહેતા હતા.

ભરૂચ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી જાવીદ મલેક સહિત બે લોકોને જેલની હવા ખાવી પડી છે. આમોદ પોલીસ સ્ટેશનમાં સાડા ત્રણ  3 વર્ષ પહેલાના ખંડણી, આબરૂ લેવાનો પ્રયાસ તેમજ એટ્રોસિટીની નોંધાયેલી ફરિયાદના મામલામાં આખરે બંનેની ધરપકડ કરવામાં આવી છે. દારૂના હપ્તાની માંગણીને લઈ થયેલી બબાલમાં મામલો પોલીસ ચોપડે ચઢ્યો હતો. આ કિસ્સામાં મેટર હાઇકોર્ટ સુધી પહોંચી હતી જે બાદ આખરે નેતાજી સહીત બે આરોપીઓની આખરે ધરપકડ કરવામાં આવી છે. બનાવની ફરિયાદ મુજબ આમોદના એક ગામે રહેતી આદિવાસી મહિલાના ઘરે નવેમ્બર 2019 માં અકબર બેલીમ તથા  જાવીદ મલેક ગયા હતા. ઘરમાં મહિલાને આ બન્નેએ પત્રકાર તરીકેની ઓળખ આપી હતી. મહિલા દારૂ વેચતી હોય હપ્તો માંગ્યો હતો. જે બાદ તકરાર થઇ હતી.

તકરાર દરમ્યાન મહિલા સાથે ઝપાઝપી થતા મહિલાના કપડા ફાડી નખાયા હતા.મહિલાએ બુમાબુમ કરતા સ્થાનિકો દોડી આવ્યા હતા.ઘટના અંગે મહિલાએ આમોદ પોલીસ મથકે 18 નવેમ્બર 2019 ના રોજ ફરિયાદ નોંધાવી હતી. જોકે બન્ને આરોપીઓ હાઇકોર્ટમાંથી તારીખો મેળવી ધરપકડથી બચતા રહેતા હતા. જોકે અંતે આમોદ પોલીસે બન્નેની ધરપકડ કરી છે. વર્ષ 2021 માં પૂર્વ MLA તો પ્રદેશ પ્રમુખને જાવીદ મલેકને હજ કમિટી વકફ બોર્ડ અલ્પ સંખ્યક નાણાં નિગમ બોર્ડમાં સભ્ય બનાવવા ભલામણ પણ કરી હતી.

Published On - 10:39 am, Thu, 16 March 23

Next Video