Gujarati Video : ભજન સમ્રાટ હેમંત ચૌહાણનું રાજકોટ એરપોર્ટ પર કરાયુ ઉષ્માભર્યુ સ્વાગત, પદ્મશ્રી એવોર્ડને ગણાવ્યો સંતવાણીનો એવોર્ડ

Gujarati Video : ભજન સમ્રાટ હેમંત ચૌહાણનું રાજકોટ એરપોર્ટ પર કરાયુ ઉષ્માભર્યુ સ્વાગત, પદ્મશ્રી એવોર્ડને ગણાવ્યો સંતવાણીનો એવોર્ડ

| Edited By: | Updated on: Apr 07, 2023 | 7:07 AM

ભજન સમ્રાટ હેમંત ચૌહાણનું રાજકોટ એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું હતુ. રાષ્ટ્રપતિના હસ્તે પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત થયા બાદ તેઓ રાજકોટ પરત ફર્યા હતા.પદ્મશ્રી એવોર્ડ મળવા બદલ હેમંત ચૌહાણે આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

ભજન સમ્રાટ હેમંત ચૌહાણનું રાજકોટ એરપોર્ટ પર ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતુ. રાષ્ટ્રપતિના હસ્તે પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત થયા બાદ તેઓ રાજકોટ પરત ફર્યા હતા. જ્યાં તેમના ચાહકો અને સમર્થકોએ તેમને આવકાર્યા હતા. પદ્મશ્રી એવોર્ડ મળવા બદલ હેમંત ચૌહાણે આનંદની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે પદ્મશ્રી એવોર્ડને સંતવાણીનો એવોર્ડ ગણાવ્યો છે.

આ પણ વાંચો : Rajkot: સરકારી શાળાઓમાં પણ ડિજિટલ શિક્ષણ, 56 ICT લેબ અને 81 કોમ્પ્યુટર લીટરસી સેન્ટર કાર્યરત

ભજન સમ્રાટ તરીકે ઓળખાય છે હેમંત ચૌહાણ

પોતાના સ્વરથી ગુજરાતીઓના દિલમાં આગવું સ્થાન ઉભુ કરનાર, ગુજરાતી ભજનીક એટલે હેમંત ચૌહાણ. હેમંત ચૌહાણને ગુજરાતી ભજનના સમ્રાટ તરીકે પણ ઓળખવામાં આવે છે. રાજકોટના કુંદણી ગામે જન્મેલ હેમંત ચૌહાણનું ભજન ક્ષેત્રે વિશેષ પ્રદાન છે. તેમણે ગુજરાતી ભજન-સંતવાણી, ગુજરાતી ગરબા સહિત અને ગુજરાતી ફિલ્મોમાં પોતાના અવાજનો જાદૂ પાથર્યો છે અને પોતાના સ્વરનું કરોડો ગુજરાતીઓને રસપાન કરાવ્યું છે. શ્રોતાને શબ્દેશબ્દ સંભળાય અને સમજાય તે રીતે બિલકુલ સ્પષ્ટ ઉચ્ચારણ સાથે ગાવું એ હેમંત ચૌહાણીની સૌથી મોટી વિશેષતા છે.

ગુજરાતીઓનું પદ્મશ્રી એવોર્ડથી સન્માન

ભારત સરકારની જાહેરાત બાદ, સવાયા ગુજરાતીઓને પદ્મ પુરસ્કારથી સન્માનીત કરવામાં આવ્યા હતા. જેમાં લોકગાયક હેમંત ચૌહાણ, રસનાના સ્થાપક અરીઝ ખંભાતા અને પીથોરા શૈલીના ચિત્રકાર પરેશ રાઠવાને, પોતાના ક્ષેત્રમાં આગવા પ્રદાન બદલ પદ્મ પુરસ્કારથી સન્માનીત કરવામાં આવ્યા હતા. મહત્વપૂર્ણ છે કે ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કાર વિજેતાઓના નામની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં 8 સવાયા ગુજરાતીઓને વિશેષ સન્માનની જાહેરાત કરાઇ હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…