Gujarati Video : નર્મદા નદીમાં ફરી પૂર આવવાનું છે તેવી અફવાહથી દૂર રહો : ભરૂચ જિલ્લા કલેકટર

Bharuch : નર્મદા ડેમ(Narmada Dam)માંથી નર્મદા નદીમાં 17 સપ્ટેમ્બરે ઐતિહાસિક માત્રામાં એટલેકે 18.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા ભરૂચ - અંકલેશ્વર શહેરના ઘણા વિસ્તારોમાં મકાનના પહેલા માળ સુધી પાણી ફરી વળ્યાં  હતા. કરોડો રૂપિયાનું પૂર અસરગ્રસ્ત વિસ્તારમાં નુકસાન થયું હતું.

| Edited By: | Updated on: Sep 26, 2023 | 7:51 AM

Bharuch : નર્મદા ડેમ(Narmada Dam)માંથી નર્મદા નદીમાં 17 સપ્ટેમ્બરે ઐતિહાસિક માત્રામાં એટલેકે 18.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા ભરૂચ – અંકલેશ્વર શહેરના ઘણા વિસ્તારોમાં મકાનના પહેલા માળ સુધી પાણી ફરી વળ્યાં  હતા. કરોડો રૂપિયાનું પૂર અસરગ્રસ્ત વિસ્તારમાં નુકસાન થયું હતું.

અહેવાલ છે કે ડેમની સપાટીમાં વધારો થયો છે અને પાણીની આવક વઘી છે પણ હાલ આ માત્રા  ખુબ ઓછી છે જે વિનાશક પૂર લાવે તેટલી નથી. લોકોમાં પૂરને લઈ ભય ફેલાયો છે તો ફરી ડેમમાંથી ખુબ વધુ પાણી છોડાય તો શું થશે? ચિંતામાં લોકો સતત ગભરાટ અનુભવી રહ્યા છે અને આ કારણે વારંવાર અફવાહ પણ ફેલાઈ રહી છે.

આ પણ વાંચો : Narmada Dam: સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો, 137.96 મીટર નોંધાઈ સપાટી, જુઓ Video

ભરૂચ જિલ્લા કલેકટરે ટ્વીટ કરી અફવાહથી દૂર રહેવા લોકોને અપીલ કરી

 

બે શહેરના સેંકડો રહીશો કલાકો સુધી પાણીમાં ફસાયેલા રહ્યા હતા

ભરૂચમાં પૂરના પાણી ઓસરી ગયા પણ પૂરના પાણી અને તેના નુકસાનનો ભય લોકોના મનમાં ઘર કરી ગયો છે. અસરગ્રસ્તોની માનસિક સ્થિતિ બદતર બની છે. પાણીના કારણે લોકોને ઘરવખરી સહીત ખબ મોટું નુકસાન પહોંચ્યું છે. પાણી ખુબ ઝડપથી વધ્યા હતા અને લોકો કિંમતી સમાન બચાવવામાં પણ સફળ રહ્યા ન હતા. હવે લોકોમાં આ ભયના કારણે ફરી પૂર  આવવાનું હોવાનું અફવાહ ફેલાઈ રહી છે.

આ પણ વાંચો : Gujarati Video : નર્મદાના કાંઠે ખેતીના નુકસાન માટે જાહેર કરાયેલા વળતર અપૂરતું હોવાની ખેડૂતોની રાવ, કલેકટરને રજૂઆત કરાઈ

ગભરાયેલા લોકો દોડધામ કરી મૂકે છે તો અફવાહના કારણે તંત્રની મુશ્કેલીઓ પણ વધે છે. આખરે સત્તવાર ટ્વીટ દ્વારા કલેકટરે ફરી પૂર આવવાની હાલ કોઈ સ્થિતિ ન હોવાની જાહેરાત કરી સ્થાનિકોનો અફવાહથી દૂર રહેવા અપીલ કરી છે.

ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:50 am, Tue, 26 September 23