Gujarati Video : બનાસકાંઠામાં સૂઇગામના પરમેશ્વર પેટ્રોલ પંપના પતરા ઉડયા

|

Jun 17, 2023 | 5:27 PM

બનાસકાંઠા અને પાટણમાં વરસાદને પગલે દ્રશ્યો સામે આવ્યા છે.. ભારે વરસાદને કારણે ખેતરો જળમગ્ન થયા છે.. મુખ્ય માર્ગોની આસપાસ આવેલા ખેતરોમાં વરસાદી પાણી ભરાતા જાણે તળાવ ભરાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા. ભાભર ગામની બજારોની પણ સ્થિતિ કંઈક આવી જ જોવા મળી

Banaskantha : બનાસકાંઠામાં ભારે વરસાદે(Rain)  તારાજી સર્જી છે. જેમાં થરાદ-ધાનેરા રોડ પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. આ ઉપરાંત બનાસકાંઠામાં સૂઇગામના પરમેશ્વર પેટ્રોલ પંપના પતરા ઉડતા જોવા મળ્યા હતા. ભારે પવન સાથે વરસાદના લીધે જનજીવન પર પણ વ્યાપક અસર જોવા મળી હતી. બિપરજોય વાવાઝોડાની અસરને પગલે વરસાદે ઉત્તર ગુજરાતને ઘમરોળ્યું. છે.

બનાસકાંઠા અને પાટણમાં વરસાદને પગલે દ્રશ્યો સામે આવ્યા છે.. ભારે વરસાદને કારણે ખેતરો જળમગ્ન થયા છે.. મુખ્ય માર્ગોની આસપાસ આવેલા ખેતરોમાં વરસાદી પાણી ભરાતા જાણે તળાવ ભરાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા. ભાભર ગામની બજારોની પણ સ્થિતિ કંઈક આવી જ જોવા મળી. તો થરાદમાં સાંચોર હાઈવે નજીક પાણી ભરાવાને કારણે રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાયા છે.. વરસાદની સીધી અસર જનજીવન પર થઈ છે.

બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 5:27 pm, Sat, 17 June 23

Next Video