Gujarati Video: અમદાવાદમાં બાબા બાગેશ્વરની સ્પષ્ટ વાત, સનાતનીઓને એક થવા કરી હાંકલ, કહ્યુ, જાગશો નહીં તો આવનારી પેઢીમાં રામકથા નહીં થાય

|

May 25, 2023 | 8:42 PM

Ahmedabad: અમદાવાદમાં વટવામાં આયોજિત શિવકથામાં બાબા બાગેશ્વર પીઠાધિશના ધીરેન્દ્ર શાસ્ત્રી ખાસ ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે તેમણે ભારતમાં હિંદુ રાષ્ટ્ર સ્થાપિત કરવાની વાત કરી. સાથોસાથ સનાતનીઓને એક થવા હાંકલ કરી અને કહ્યુ કે જાગશો નહીં તો આવનારી પેઢીમાં રામકથા નહીં થાય.

Ahmedabad: બાબા બાગેશ્વરથી જાણીતા બાગેશ્વરધામના પીઠાધિશ ધીરેન્દ્ર શાસ્ત્રી આજે અમદાવાદના મહેમાન બન્યા. વટવામાં દેવકીનંદન મહારાજના એક કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા. વટવામાં આયોજિત શિવકથા દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીએ ભારતમાં હિંદુ રાષ્ટ્ર સ્થાપિત કરવાની વાત કરી. આ પ્રસંગે તેમણે જણાવ્યુ કે ભારતના નાગરિકોએ જાગૃત થવુ પડશે. મારુ કામ માત્ર આપને જાગૃત કરવાનું છે. તેમણે સનાતનીઓને એક થવાની હાકલ કરી. કહ્યું જાગશો નહીં તો આવનારી પેઢીમાં રામકથા નહીં થાય. વધુમાં તેમણે જણાવ્યુ કે જે હિંદુ નહીં જાગે તે કાયર ગણાશે. અત્યારે નહીં જાગો તો ભવિષ્યની પેઢી વાતો કરશે.

અયોધ્યામાં રામ બિરાજમાન થયા, હવે મથુરામાં કૃષ્ણને બિરાજમાન કરવાના છે- ધીરેન્દ્ર શાસ્ત્રી

ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યુ કે ગુજરાતના મારા પ્રવાસથી માહોલ ગરમાયો છે. અયોધ્યામાં રામ બિરાજમાન થયા, હવે મથુરામાં કૃષ્ણને બિરાજમાન કરવાના છે. ધર્મ વિરોધી તત્વોને બહાર નહીં કાઢીએ ત્યાં સુધી પરિશ્રમ ચાલશે. હવે સૌ હિંદુઓએ એક થવાની જરૂર છે.

આ પણ વાંચો : Gujarati Video: રાજકોટમાં બાબા બાગેશ્વરના દરબાર પૂર્વે વિજય રૂપાણીએ વ્યવસ્થાની સમીક્ષા કરી

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આપને જણાવી દઈએ કે અમદાવાદ એરપોર્ટથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો કાફલો સીધો અમરાઇવાડી પહોંચ્યો. જ્યાં શિવકથાના યજમાન રામ પ્રતાપ ચૌહાણના ઘરે બાબાએ ચાની ચુસ્કી પણ લીધી હતી. અમરાઇવાડીમાં પણ મોટી સંખ્યામાં બાબાના સમર્થકો અને ભક્તોનો જમાવડો જોવા મળ્યો. અહીં પણ બાબાએ પોતાના સમર્થકોને નારાજ ન કર્યા અને તમામનું કારમાંથી જ અભિવાદન ઝીલ્યું. બાબાએ બે હાથ જોડીને ભક્તોના ભાવભીના નમનને સ્વીકાર્યા હતા અને સૌનો આભાર માન્યો.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article