Gujarati Video : આણંદમા રામનવમી અને રમઝાનને લઇ પોલીસે બનાવ્યો એક્શન પ્લાન, સંવેદનશીલ વિસ્તારમાં કરાશે ચુસ્ત બંદોબસ્ત

|

Mar 29, 2023 | 11:33 AM

ગયા વર્ષે ખંભાતમાં રામજી ની રથયાત્રામાં પથ્થરમારો થયા બાદ આ વર્ષે પોલીસે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે બોરસદ અને ખંભાત શહેરમાં પોલીસ અધિક્ષક પ્રવિણ મિણાની ઉપસ્થિતમાં ફ્લેગ માર્ચ યોજાવામાં આવી હતી.

આવતી કાલે રામનવમી અને રમઝાન પર્વને લઇ આણંદ જિલ્લા પોલીસ એલર્ટ બની છે. ગયા વર્ષે ખંભાતમાં રામજી ની રથયાત્રામાં પથ્થરમારો થયા બાદ આ વર્ષે પોલીસે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે બોરસદ અને ખંભાત શહેરમાં પોલીસ અધિક્ષક પ્રવિણ મિણાની ઉપસ્થિતમાં ફ્લેગ માર્ચ યોજાવામાં આવી હતી. અને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી.

આ પણ વાંચો : Tender Today : આણંદ નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન કામગીરી માટેનું ટેન્ડર જાહેર, જાણો ટેન્ડરની રકમ કેટલી

આ અંગે એસપી પ્રવીણ મીણાએ કહ્યું કે ગત વર્ષની જેમ કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અતિ સંવેદનશીલ ખંભાત શહેરમાં પોલીસનો મોટી સંખ્યામાં કાફલો ઉતારવામાં આવશે. બોડી વોર્ન કેમેરાનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવશે. એટલું જ નહીં જીલ્લા પોલીસ અધિક્ષકે તમામ નાગરીકોને પોલીસને સાથ-સહકાર આપવા પણ અપીલ કરી છે. મહત્વનું છે કે ગયા વર્ષે ખંભાતમાં રામજી ની રથયાત્રામાં પથ્થરમારો થયો હતો. જેમાં એક આધેડનું મોત થયું હતું. જેથી ચાલુ વર્ષે આવી કોઈ ઘટના ન બને તે માટે આણંદ પોલીસે એક્શન પ્લાન બનાવ્યો છે.

ખંભાતમા થયો હતો પથ્થરમારો

ગયા વર્ષે ગુજરાતમાં(Gujarat) રામનવમીના (Ramnavami) દિવસે રાજ્યમાં અશાંતિનો માહોલ જોવા મળ્યો હતો. જેમાં આણંદ(Anand)જિલ્લાના ખંભાત શક્કરપુર વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. રામનવમી નિમિતે નીકળેલી શોભાયાત્રાના વાહનો પર પથ્થરમારો થયો હતો. જેના કારણે આણંદ પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જોકે પોલીસે તાત્કાલિક સ્થિતી પર કાબૂ મેળવી લીધો હતો.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો

Published On - 9:41 am, Wed, 29 March 23

Next Video