Gujarati Video : અમદાવાદના આશ્રમ રોડ ખાતે આવેલી સી.યુ.શાહ કોલેજનું જર્જરિત બિલ્ડિંગ હટાવવા AMCએ ફટકારી નોટિસ

| Edited By: | Updated on: May 19, 2023 | 9:04 AM

અમદાવાદના આશ્રમ રોડની સી.યુ.શાહ કોલેજનું બિલ્ડિંગ 50 વર્ષ જૂનું અને જર્જરિત છે. આ ભયજનક બિલ્ડિંગને લઈ AMCએ નોટિસ ફટકારી છે. જે બાદ સી.યુ. શાહ કોલેજના ટ્રસ્ટીઓએ ગુજરાત યુનિવર્સિટીને એક વર્ષ વિદ્યાર્થીઓ ન ફાળવવા વિનંતી કરી છે.

અમદાવાદના આશ્રમ રોડની સી.યુ.શાહ કોલેજનું ( C.U. Shah College )  બિલ્ડિંગ 50 વર્ષ જૂનું અને જર્જરિત છે. આ ભયજનક બિલ્ડિંગને લઈ AMCએ નોટિસ ફટકારી છે. જે બાદ સી.યુ. શાહ કોલેજના ટ્રસ્ટીઓએ ગુજરાત યુનિવર્સિટીને એક વર્ષ વિદ્યાર્થીઓ ન ફાળવવા વિનંતી કરી છે. જેથી તે સમયગાળા દરમિયાન બિલ્ડિંગનું યોગ્ય સમારકામ કરાવી શકાય છે.

આ પણ વાંચો :Ahmedabad: એસ.કે. અલબેલાએ પશ્ચિમ રેલવેના પ્રમુખ મુખ્ય કાર્મિક અધિકારીનો લીધો ચાર્જ, દક્ષિણ પશ્ચિમ રેલવે અને પશ્ચિમ મધ્ય રેલવેમાં બજાવી ચુક્યા છે કામગીરી

ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલ ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઈનાન્સ કોલેજમાં 14 હજાર બેઠકો ઉપલબ્ધ છે. ત્યારે નવા શૈક્ષણિક વર્ષથી પાંચ ખાનગી સાયન્સ કોલેજ દ્વારા કોલેજ બંધ કરવા માટેની અરજી અત્યાર સુધીમાં કરવામાં આવી છે. જેમાં અર્પણ સાયન્સ કોલેજ, કામેશ્વર સાયન્સ કોલેજ, જીએમડી સાયન્સ કોલેજ, કે. ટી.આર.એમ સાયન્સ કોલેજ અને ખ્યાતિ સાયન્સ કોલેજ સામેલ છે.

 

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો