Ahmedabad માં ઝાયડસ હોસ્પિટલ નજીક મંદિર તોડવાની કામગીરીનો વીએચપીએ વિરોધ કર્યો

|

Jun 03, 2023 | 1:00 PM

બજરંગદળ અને VHPના નેતાઓ અને કાર્યકરોએ પણ આ મામલે આરપારની લડાઈ લડી લેવાની ચીમકી ઉચ્ચારી છે. VHPના નેતાઓએ કહ્યું કે- તેઓ કોઈપણ ભોગે મંદિર, સમાધિ અને ગૌશાળા દૂર નહીં થવા દે.. મંદિર કાયદેસર હોવાના પૂરતા દસ્તાવેજો છે.. સરકાર અને કોર્ટમાં રજૂ પણ કરવામાં આવ્યા છે..

Ahmedabad : અમદાવાદના મેમનગરમાં(Memnagar)ઝાયડસ હોસ્પિટલ નજીક AMC અને ઔડાની દબાણ હટાવ (Demolition) કામગીરી દરમિયાન હોબાળો મચી ગયો. મહાકાળી માતાનું મંદિર (Mandir)તોડવાની કામગીરી હાથ ધરાતા VHP અને મહાકાળી સેવા ટ્રસ્ટે વિરોધ નોંધાવ્યો.. પોલીસ અને VHPના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ.. મંદિરના મહારાજ રાજેન્દ્રગીરીનો દાવો છે કે તેમની પાસે મંદિરના કાયદેસરના દસ્તાવેજો છે.. પરંતુ જમીન ખાલી કરાવવા માટે ગણેશ હાઉસિંગના બિલ્ડર દ્વારા આ બધુ કરવામાં આવી રહ્યું છે.

તેમણે કહ્યું કે- મરી જઈશું પણ મંદિર, સમાધિ અને ગૌશાળા દૂર નહીં કરવા દઈએ.. મહારાજ પ્રમાણે આ જમીન દાયકાઓ પહેલા ઠાકોરોએ દાનમાં આપી હતી.. તે સમયે અહીં ફક્ત એક ડેલુ જ હતું.. પરંતુ ત્યારબાદ મોટું મંદિર બનાવાયું હતું.. તેના દસ્તાવેજો પણ છે..

તો બીજી તરફ બજરંગદળ અને VHPના નેતાઓ અને કાર્યકરોએ પણ આ મામલે આરપારની લડાઈ લડી લેવાની ચીમકી ઉચ્ચારી છે. VHPના નેતાઓએ કહ્યું કે- તેઓ કોઈપણ ભોગે મંદિર, સમાધિ અને ગૌશાળા દૂર નહીં થવા દે.. મંદિર કાયદેસર હોવાના પૂરતા દસ્તાવેજો છે.. સરકાર અને કોર્ટમાં રજૂ પણ કરવામાં આવ્યા છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video