Gujarati Video: યુવતીએ યુવકને ફોન કરીને બોલાવ્યા બાદ યુવકનું થયું અપહરણ, નગ્ન કરીને બનાવાયો અશ્લીલ વીડિયો
દાંતીવાડા ડેમ ખાતે આંખો ઉપરથી પટ્ટી બાંધી યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કેટલાક શખ્સોએ યુવકનું અપહરણ કરીને તેને ઢોર માર માર્યો હતો અને તેનો અશ્લિલ વીડિયો પણ બનાવ્યો હતો. અપહરણકર્તાએ યુવકને ધમકીઓ પણ આપી હતી અને ત્યારબાદ તેને છોડી મુક્યો હતો.
બનાસકાંઠા જિલ્લામાં યુવકનું અપહરણ કરીને તેને ઢોર માર મારવામાં આવ્યો હતો અને યુવકને નગ્ન કરીને અશ્લીલ વીડિયો પણ બનાવવામાં આવ્યો હોવાની ફરિયાદ યુવકે નોંધાવી હતી. નોંધનીય છે કે પાલનપુર-ડીસા હાઈવે પરથી છ દિવસ પહેલા રોહિત ઠાકોર નામના યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં 7 લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
યુવતીએ ફોન કરીને બોલાવ્યો યુવકને
રોહિત ઠાકોર નામના યુવકે આ અંગે છ દિવસ પછી પાલનપુર પશ્ચિમ પોલીસ મથકમાં સાત શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. યુવકે નોંધાવેલી ફરિયાદને આધારે એક યુવતીનો ફોન આવ્યો હતો, જેણે યુવકને મળવા માટે દાંતીવાડા ડેમ ખાતે બોલાવ્યો હતો. ત્યારબાદ દાંતીવાડા ડેમ ખાતે આંખો ઉપરથી પટ્ટી બાંધી યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ કેટલાક શખ્સોએ યુવકનું અપહરણ કરીને તેને ઢોર માર માર્યો હતો અને તેનો અશ્લિલ વીડિયો પણ બનાવ્યો હતો. અપહરણકર્તાએ યુવકને ધમકીઓ પણ આપી હતી અને ત્યારબાદ તેને છોડી મુક્યો હતો. આ અંગે યુવકની ફરિયાદને આધારે પોલીસે અપહરણકર્તાઓની શોધખોળ હાથ ધરી છે.
આ ઘટનામાં અપહરણ કર્તા અને યુવતી કોણ હતા તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આ યુવક તે યુવતીને કેટલા સમયથી ઓળખતો હતો અને અપહરણ કર્તા આ યુવક યુવતી સાથે કેવી રીતે સંકળાયેલા હતા તેવા તમામ પાસા પર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે.