Gujarati Video : આગાહી અનુસાર વલસાડ અને ભાવનગરમાં વરસ્યો વરસાદ, ખેડૂતો મુકાયા ચિંતામાં

|

Mar 31, 2023 | 1:45 PM

Gujarat Rain : આગાહી અનુસાર ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. વલસાડ અને ભાવનગરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.

છેલ્લા થોડા દિવસથી ગુજરાતમાં કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે. હવામાન વિભાગે હજુ બે દિવસ ભારે વરસાદ થવાની આગાહી કરી છે. હવામાન વિભાગે ગુજરાતમાં બે દિવસ માવઠુ થવાની આગાહી કરી છે. ત્યારે આગાહી અનુસાર ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. વલસાડ અને ભાવનગરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.

આ પણ વાંચો-Weather Latest Update: માર્ચ મહિનામાં આટલો ભારે વરસાદ કેમ પડી રહ્યો છે… જાણો હવામાન વિભાગે શું કહ્યું?

ખેડૂતોમાં ચિંતાનો માહોલ

વલસાડ જિલ્લાના કપરાડામાં કમોસમી વરસાદ વરસ્યો છે. કપરાડાના ઉમરગામ સહિત અન્ય કેટલાક વિસ્તારોમાં માવઠાનો માર જોવા મળી રહ્યો છે. વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. તો બીજી તરફ ભારે વરસાદથી કેરીના પાકને વ્યાપક નુકસાનની ભીતી સેવાઇ રહી છે. ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે.

ભાવનગરના જેસરના પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. બિલ્લા, ઉગલવાણ, સરેરા અને શાંતિનગરમાં પવન સાથે કમોસમી વરસાદ પડ્યો છે. જેસર તાલુકામાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. બાદમાં વરસાદ ખાબક્યો હતો. ફરી એક વખત કમોસમી માવઠું વરસતા ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે. ખેતીમાં રવિ પાકોમાં બાજરી, ઘઉં, જુવાર, ડુંગળી અને કેરી જેવા અન્ય પાકમાં નુકસાનની શક્યતા છે.

કમોસમી વરસાદની આગાહી

રાજ્યમાં છુટોછવાયો વરસાદ થાય તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ગુજરાતમાં જામનગર, અમરેલી, રાજકોટ, ભાવનગર જિલ્લામાં વરસાદ પડી શકે છે. તો ભુજ, સુરેન્દ્રનગર અને મોરબીમાં પણ વરસાદની સંભાવના છે.

આ તરફ દક્ષિણ ગુજરાતમાં નર્મદા, વલસાડ, નવસારી, દાહોદ, સુરતમાં વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવા વરસાદની શક્યતા છે. કેટલાક સ્થળે પવન ફૂંકાવાની સાથે વીજળીના કડાકા થઈ શકે છે. તો આગામી બે દિવસ બાદ તાપમાનમાં 3 ડિગ્રી જેટલો વધારો થશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 1:41 pm, Fri, 31 March 23

Next Video