Gujarati Video: કચ્છના માંડવી બીચ પર રાજકીય હોદ્દા સાથેની નેમ પ્લેટ ધરાવતી કારનો રેસ અને જોખમી સ્ટંટનો વીડિયો વાયરલ
Kutchh: કચ્છના માંડવી બીચ પર કાર સાથે રેસ અને જોખમી સ્ટંટનો વીડિયો વાયરલ થયો છે. સ્ટંટ કરતી કાર પર રાજકીય હોદ્દા સાથેની નેમપ્લેટ હોવાનું અનુમાન છે. જો કે બીચ પર કાર રેસિંગ અને જોખમી સ્ટંટને કારણે બાળકો સાથે આવેલા સહેલાણીઓમાં ભયનો માહોલ ફેલાયો છે.
સ્ટંટબાજો હવે હાઈવે બાદ બીચ પર જાહેરમાં સ્ટંટ કરતા જોવા મળી રહ્યા છે. કચ્છના માંડવી બીચ પર જોખમી સ્ટંટ કરનારા જીપ ચાલકોનો વીડિયો વાયરલ થયો છે. સહેલાણીઓની હાજરી વચ્ચે 3 જીપ ચાલકો બીચ પર સ્ટંટ કરતા નજરે પડયા હતા. જોખમી સ્ટંટના પગલે સહેલાણીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. રાજકીય હોદ્દાની નેમ પ્લેટ સાથે બીચ પર જોખમી સ્ટન્ટ કર્યા હોવાનું અનુમાન છે.
બીચ પર સુરક્ષાને લઈને ઉઠ્યા સવાલ
આ સ્ટંટબાજોને પોલીસ કાયદાના પાઠ ભણાવે તેવી લોકોએ માગ કરી હતી. આવા સ્ટંટબાજો સામે અનેક સવાલ ઉભા થાય છે કે, જોખમી સ્ટંટ કરનારા સામે કાર્યવાહી થશે ? બીચ પર સહેલાણીઓની સુરક્ષાનું શું ? ફરજ પર તૈનાત સુરક્ષા કર્મી કયાં છે ? જોખમી સ્ટંટ સમયે જો અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ ? સહેલાણીઓના જીવ જોખમમાં મુકનાર સામે પોલીસ કયારે કરશે કાર્યવાહી?
બીચ પર અન્ય સહેલાણીઓની સુરક્ષાને જોખમમાં મુકી કાર રેસિંગના જોખમી સ્ટંટ કરનારી કાર પૈકી એક કાર પર રાજકીય હોદ્દાની નેમ પ્લેટ હોવાનુ પણ પ્રત્યક્ષદર્શીઓ જણાવી રહ્યા છે. ત્યારે સવાલ એ પણ છે કે રાજકીય હોદ્દાની નેમ પ્લેટ ધરાવતી કાર હોય તો તેમને જોખમી રેસિંગના સ્ટંટ કરવાનો પરવાનો મળી જાય ? હાલ તો આ મામલે કાર્યવાહીની માગ ઉઠી છે. ત્યારે જોવુ રહ્યુ પોલીસ આ સ્ટંટબાજોને પકડીને કાર્યવાહી કરે છે કે કેમ.
આ પણ વાંચો: Gujarati Video : કચ્છના ગાંધીધામમાં કરા સાથે વરસાદ વરસ્યો, કમોસમી વરસાદથી પાકને નુકશાન
ઈનપુટ ક્રેડિટ- જય દવે- કચ્છ