Gujarati Video: કપડવંજ શહેરમાં દોરીમાં ફસાયેલા કબૂતરનું કરવામાં આવ્યું રેસ્ક્યૂ, જુઓ Video

|

Apr 07, 2023 | 4:05 PM

કપંડવંજ શહેરની ડાકોર ચોકડી પાસે સ્થાનિક યુવકોના ધ્યાનમાં આવ્યું હતું કે ચોકડી પાસે લીમડાના ઝાડ ઉપર આશરે 50 ફૂટ ઉંચે એક કબૂતર ફસાયેલું હતું. આ કબૂતર દોરીમાં ફસાઈ ગયું હતું અને બહાર નીકળવા પાંખો ફફડાવતું હતું,

ઉતરાયણનો તહેવાર તો જતો રહ્યો, પરંતુ ઝાડમાં જે  ચાઇનીઝ દોરીઓ ફસાયેલી હોય તેનાથી હજી પણ કબૂતર જેવા પક્ષીઓને નુકસાન થઈ રહ્યું છે. ખેડા જિલ્લામાં તાજેતરમાં જ એક કબૂતરને ફસાયેલી દોરીમાંથી મુક્ત કરી તેની સારવાર કરવામાં આવી હતી.

કપડવંજ શહેરમાં દોરીમાં ફસાયેલા કબૂતરનું કરવામાં આવ્યું રેસ્ક્યૂ

કપંડવંજ શહેરની ડાકોર ચોકડી પાસે સ્થાનિક યુવકોના ધ્યાનમાં આવ્યું હતું કે ચોકડી પાસે લીમડાના ઝાડ ઉપર આશરે 50 ફૂટ ઉંચે એક કબૂતર ફસાયેલું હતું. આ કબૂતર દોરીમાં ફસાઈ ગયું હતું અને બહાર નીકળવા પાંખો ફફડાવતું હતું, પરંતુ દોરીની ગાંઠ વળી ગઈ હોવાથી કબૂતર નીકળી શકતું નહોતુ અને તેના કારણે તેને ઇજાઓ પણ થઈ હતી. આ દ્રશ્ય જોતા સ્થાનિક યુવાનોએ કબૂતરને મુક્ત કરવા માટે એક ટ્રક થોભાવ્યો હતો.

આ  પણ વાંચો: Gujarati Video : સોફ્ટવેર બગડતાં હીરાના વેપારીઓના વિદેશથી આવતા 1500 કરોડના પાર્સલ અટવાયા

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

કપાસના ટ્રક ઉપર ચઢીને યુવાનોએ ઝાડૂની મદદથી કબૂતરને ભારે જહેમત બાદ નીચે ઉતાર્યું હતું. નીચે ઉતાર્યા બાદ યુવકોએ જોયું કે કબૂતરને ઇજા પણ થઈ હતી. આથી સ્થાનિકોએ કપડવંજ વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફ્સિરનો સંપર્ક સાધ્યો હતો અને રેન્જ ફોરેસ્ટ ઓફિસરે ઘટના સ્થળે પહોંચીને કબૂતરની સારવાર પણ કરી હતી. કબૂતરને પીડામુકત થયેલું જોઈને યુવકોએ તેમજ આસપાસના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

 

Next Article