Gujarati Video: મહેસાણાના કડીમાં જીનિંગ મિલમાંથી પેમેન્ટ લઈને જતાં વ્યક્તિને લૂંટારુંઓએ ટક્કર મારી પાડ્યો, 52 લાખ લઈને ફરાર

| Edited By: | Updated on: May 11, 2023 | 8:54 PM

Mehsana: મહેસાણાના કડીમાં જીનિંગ મિલમાંથી પેમેન્ટ લઈને જતા વ્યક્તિને લૂંટારૂઓએ લૂંટી 52 લાખ લઈ ફરાર થઈ ગયા હતા. પેમેન્ટ લઈને જઈ રહેલા વ્યક્તિને લૂંટારૂઓએ ટક્કર મારી પાડી દીધો હતો અને 52 લાખ લઈને ફરાર થઈ ગયા હતા.

મહેસાણાના કડીમાં સરાજાહેર 52 લાખ રૂપિયાની લૂંટથી ચકચાર મચી ગઈ છે. નાની કડીના મેઘના છાત્રાલય નજીક બાલાજી બ્રોકર્સ નામની પેઢીના કર્મચારી જગદીશ પટેલ 52 લાખનું પેમેન્ટ લઇને બાઈક પર પેઢીએ જતો હતો. આ દરમિયાન મેઘના છાત્રાલય પાસે સ્વિફ્ટ કારના ચાલકે જગદીશ પટેલની બાઈકને ટક્કર મારી તેને નીચે પાડી દીધા. સ્વિફ્ટ કારની આગળ એક બાઇક પર બે શખ્સો પહેલેથી જ તૈનાત હતા.

આ પણ વાંચો: Surat: લૂંટ અને બળાત્કારના કેસમાં છેલ્લા 20 વર્ષથી ભાગેડુ આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યો

કર્મચારી જગદીશ પટેલ બાઈક પરથી નીચે પડતા જ બાઈક સવાર લૂંટારૂઓ તેમની પાસે રહેલી 52 લાખની રોકડ રકમ લઇને ફરાર થઇ ગયા. મામલાની જાણ થતાં જ પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી લૂંટારૂઓની શોધખોળ શરૂ કરી. મહત્વનું છે કે કડી સ્થિત બાલાજી બ્રોકર પેઢી મુકેશ પટેલ અને પરસોત્તમ શ્યામસુંદરની ભાગીદારીમાં ચાલે છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…