Gujarati Video : અંકલેશ્વરના ગોલ્ડન ટાવર એપાર્ટમેન્ટ નજીક પાર્ક કરેલ કારની ઉઠાંતરી, ઘટના CCTV માં કેદ થઈ

|

Mar 21, 2023 | 6:27 AM

પોલીસ સૂત્રીય માહિતી અનુસાર મૂળ પશ્ચિમ બંગાળના અને હાલ અંકલેશ્વરના કોસમડી ગામના ગોલ્ડન ટાવર એપાર્ટમેન્ટમાં રહેતા મનીરૂલ નજરૂલ શેખે ગત 16મી માર્ચના રોજ પોતાની સિલ્વર કલરની કાર નંબર-GJ15PP6623 એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પાર્ક કરી હતી.

અંકલેશ્વરના કોસમડી ગામ સ્થિત ગોલ્ડન ટાવર એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પાર્ક કરેલ ફોર વ્હીલની ઉઠાંતરી કરી ફરાર થઇ રહેલા વાહન ચોર સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. ઇકો કાર લઈ આવેલા વાહન ચોર આંગણામાં પાર્ક કરેલી વરના કાર લઈ ફરાર થઇ ગયા હતા. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં અંકલેશ્વર પંથકમાં કારમાં આવી તસ્કર ઇકો કારના સાયલેન્સર ચોરીના ગુનાઓથી પોલીસને દોડતી કરી હતી. આ બાદ કાર લઈ બકરાં ચોરી કરતી ટોળકીએ પશુપાલકોને પરેશાન કરી દીધા હતા. હવે અંકલેશ્વરમાં ઇકો કાર લઈને આવેલા તસ્કરો કારની ઉઠાંતરી કરી હોવાની ઘટનાના  CCTV સામે આવ્યા છે.

પોલીસ સૂત્રીય માહિતી અનુસાર મૂળ પશ્ચિમ બંગાળના અને હાલ અંકલેશ્વરના કોસમડી ગામના ગોલ્ડન ટાવર એપાર્ટમેન્ટમાં રહેતા મનીરૂલ નજરૂલ શેખે ગત 16મી માર્ચના રોજ પોતાની સિલ્વર કલરની કાર નંબર-GJ15PP6623 એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પાર્ક કરી હતી. કાર માલિક બે દિવસ બાદ પોતાની માતાની દવા લેવા  બહાર નીકળ્યા ત્યારે પાર્ક કરેલ તેની કાર નજરે પડી ન હતી.

કારની આસપાસમાં શોધખોળ છતાં નહિ મળતા અંતે કારના માલિકે  એપાર્ટમેન્ટમાં રહેલ સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરી હતી. CCTVમાં 18મી માર્ચના રોજ રાતના સમયે ઇક્કો કાર લઇ આવેલ વાહન ચોરો કારની ચોરી કરતા નજરે પડયા હતા. ચોરી અંગે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે વાહનચોરીના બનાવ સંદર્ભે પોલીસે ગુનાહિત ભૂતકાળ ધરાવતી ટોળકીઓની પણ તપાસ શરૂ કરી છે.

Next Video