ખાલિસ્તાની આતંકીઓ દ્વારા ધમકી આપવાના મુદ્દે અનેક મોટા ખુલાસા સામે આવી રહ્યા છે. ખાલિસ્તાનીઓના ધમકીના મેસેજ મોકલવા દેશમાં 100થી વધુ સિમબોક્સ સક્રિય હોવાનું સામે આવ્યું છે. ભારત-ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ મેચમાં જે સિમબોક્સથી ધમકી અપાઈ હતી. તે બંને સિમ બોક્સના ઓપરેટરની પુછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે.
‘વારીસ પંજાબ દે’નો વડો અમૃતપાલ દુબઈથી ફરી ભારત આવ્યો ત્યારથી આ સિમબોક્સ એક્ટિવ થયા હોવાનું સામે આવ્યું છે. ખાલિસ્તાનીઓ પ્રતિષ્ઠિત વ્યક્તિઓને ધમકીના કોલ્સ કરી ડરાવતા હતા. આતંકી સંગઠન દુબઈમાં ખાલિસ્તાની સમર્થકોને સિમ બોક્સ ઓપરેટની ટ્રેનિંગ અને તેને લગતો તમામ સામાન આપતા હતા. સિમબોક્સના સિમ માટે ઓસ્ટ્રિયાની ટેલિકોમ કંપની ખાલિસ્તાનીને મદદ કરતી હોવાનું સામે આવ્યુ છે.
દુબઈથી આતંકી ગુરપતવંતસિંઘ પન્નુ અને અમૃતપાલ ખાલિસ્તાનની નેટવર્ક ચલાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. વધુમાં પંજાબ પોલીસે અમૃતપાલનું ISI સાથે ક્નેક્શન હોવાનો પણ ખુલાસો કર્યો છે. સિમબોક્સનું નેટવર્ક કેટલું મોટું હશે તે અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે. મધ્યપ્રદેશના આરોપીએ સિમબોક્સ ઓપરેટ કરીને એક કરોડ કમાયો હતો. મધ્યપ્રદેશમાં 7 સ્પા સેન્ટર ખોલ્યા હતા. પોલીસે આરોપીએ આપેલી વિગતો અંગે વધુ તપાસ હાથ ધરી છે. સાથે જ ખાલિસ્તાનીઓએ ફેલાવેલી જાળનો પર્દાફાશ કરવા મથી રહી છે.