Gujarati Video : ટેસ્ટ મેચમાં ખાલિસ્તાની ધમકી કેસમાં આરોપીઓનો ખુલાસો, રાહુલ દ્વીવેદી ડમી ટેલીકોમનો માસ્ટર માઇન્ડ, દુબઇમાં ડમી ટેલીફોન એક્સચેન્જ ઓપરેટ કરતો

Ahmedabad: ખાલિસ્તાની આતંકીઓ દ્વારા અમદાવાદમાં રમાઈ રહેલી ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ મેચ દરમિયાન ધમકી આપવા મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં આરોપી રાહુલ દ્વીવેદી ડમી ટેલિફોન એક્સચેન્જનો માસ્ટર માઈન્ડ હોવાનુ ખૂલ્યુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 16, 2023 | 9:18 AM

ખાલિસ્તાની આતંકીઓ દ્વારા ધમકી આપવાના કેસમાં ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. પકડાયેલા બે આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. રિમાન્ડ પર રહેલા આરોપીઓની હાલ પૂછપરછ ચાલી રહી છે. જેમા આરોપી રાહુલ દ્રીવેદીએ ચોંકાવનારો ખૂલાસો કર્યો છે. આરોપી રાહુલ ટેલિફોન એક્સચેન્જનો માસ્ટર માઈન્ડ હોવાનુ તપાસમાં સામે આવ્યુ છે. આરોપી રાહુલ દુબઈમાં રહીને ઈન્ટરનેશનલ કોલિંગની મિનિટ્સ વેચતો હતો.

આરોપી 35 મહિના દુબઈમાં રહીને ડમી ટેલિફોન એક્સચેન્જ ઓપરેટ કરવાનુ શીખ્યો હતો. જે ઈન્ટરનેશનલ વોઈસ કોલને ડોમેસ્ટિક વોઈસ કોલમાં કન્વર્ટ કરતો હતો. આરોપી ડમી ટેલિફોન એક્સચેન્જ ચલાવનારા 3 આંતરરાષ્ટ્રીય વ્યક્તિઓના સંપર્કમાં હતો. દુબઈમાં વસવાટ કરતા વિદેશીઓ સાથે કમિશન પર ભાગીદારીમાં ધંધો કરતો હોવાનુ પૂછપરછમાં સામે આવ્યુ છે.

આપને જણાવી દઈએ કે  તાજેતરમાં મોટેરા સ્ટેડિયમમાં રમાયેલી ભારત-ઓસ્ટ્રેલિયા ક્રિકેટ મેચ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના PMની હાજર રહ્યા હતા અને હજારોની સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓને મેચ ન જોવા માટે ધમકી ભર્યો પ્રિ રેકોર્ડ વોઇસ કલીપ વાયરલ કરી હતી. ત્યારે સાયબર ક્રાઈમ બ્રાંચે આરોપી રાહુલ દ્વિવેદ્રી અને નરેન્દ્ર કુશવાહની ધરપકડ કરી છે. જેમના તાર ખાલીસ્તાનના આતંકવાદી સાથે સંડોવાયેલા છે.

આ પણ વાંચો: Gujarati Video: ગુજરાતમાં ખાલિસ્તાની મનસૂબાનો પર્દાફાશ, ગુરપતવંતસિંહ પન્નુએ ગુજરાતીઓને મેચ ન જોવાની આપી હતી ધમકી

મધ્યપ્રદેશમાંથી ઝડપાયા આરોપી

જે પ્રિ-રેકોર્ડેડ વોઇસ કલીપ વાયરલ થઈ હતી તે ખાલીસ્તાન આતંકવાદી ગુરપતવંતસિંહના અવાજવાળી કલીપ હતી. જેમાં મેચ નહીં જોવા અને ‘ઘરમાં રહો, સુરક્ષિત રહો’ એવી ધમકી આપી હતી. આ ઉપરાંત પીએમ મોદીને સંબોધી ઉશ્કેરાટ ભર્યું ભાષણ કરવામાં આવ્યું હતું. પ્રિ રેકોર્ડ ક્લિપને લઈ સાયબર ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી ત્યારે ટેક્નિકલ એનાલિસિસ આધારે મધ્યપ્રદેશના સતના જિલ્લા અને રિવા જિલ્લામાંથી નકલી ટેલિકોમ એક્સચેન્જ દ્વારા દહેશત ફેલાવનાર ખાલીસ્તાનના બે સાગરીતોની ઝડપીને સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કર્યો.

Follow Us:
ધાર્મિક સ્થળ પર ઘર્ષણના કેસમાં 35 લોકોની ધરપકડ
ધાર્મિક સ્થળ પર ઘર્ષણના કેસમાં 35 લોકોની ધરપકડ
શિક્ષણ મંત્રી પ્રફુ્લ્લ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છા- video
શિક્ષણ મંત્રી પ્રફુ્લ્લ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છા- video
પંચમહાલ ખાતે NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ
પંચમહાલ ખાતે NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ
વિજ્ઞાન પ્રવાહમાં બનાસકાંઠાએ મારી બાજી, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ
વિજ્ઞાન પ્રવાહમાં બનાસકાંઠાએ મારી બાજી, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ
સુરતના લીંબાયતમાંથી મોબાઈલ અને લેપટોપની ચોરી કરનાર સ્પાઈડર ચોર ઝડપાયો
સુરતના લીંબાયતમાંથી મોબાઈલ અને લેપટોપની ચોરી કરનાર સ્પાઈડર ચોર ઝડપાયો
વિદ્યાર્થીઓ અને વાલીઓના આંખમાં હર્ષના આંસુ, જાણો કેવી કરી હતી મહેનત
વિદ્યાર્થીઓ અને વાલીઓના આંખમાં હર્ષના આંસુ, જાણો કેવી કરી હતી મહેનત
ધોરણ 12નું પરિણામ આવતા વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા, જુઓ Video
ધોરણ 12નું પરિણામ આવતા વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા, જુઓ Video
કૃષિ યુનિવર્સિટીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ
કૃષિ યુનિવર્સિટીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ
આ રાશિના જાતકો આજે આજે અચાનક ધનલાભની સંભાવના
આ રાશિના જાતકો આજે આજે અચાનક ધનલાભની સંભાવના
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
g clip-path="url(#clip0_868_265)">