વડોદરામાં(Vadodara) પનીરના(Paneer) હોલસેલર અને ઉત્પાદકોને ત્યાંથી લીધેલા તમામ 6 સેમ્પલ ફેઈલ થતા ખળભળાટ મચ્યો છે.લેબોરેટરીમાં પૃથ્થકરણ દરમિયાન પનીરમાં વેજીટેબલ ઓઇલની હાજરી મળી છે..અખાદ્ય પનીરની જાણ થતા જ મનપાની ફૂડ શાખાની ટીમે 2.50 લાખનો 740 કિલો પનીરનો જથ્થો સીઝ કરી તમામ 6 હોલસેલર અને ઉત્પાદકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે, રાજકોટમાં આરોગ્ય વિભાગે લીધેલા પનીરના સેમ્પલના ભેળસેળ સામે આવ્યા બાદ સમગ્ર રાજ્યમાં આરોગ્ય વિભાગ સતર્ક બન્યું હતું. જેમાં વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગે અલગ અલગ સ્થળોએથી પનીરના સેમ્પલ લીધા હતા. જેમાં છ સ્થળોથી લીધેલા સેમ્પલ ફેઇલ ગયા છે. જેના પગલે આગામી દિવસોમાં આરોગ્ય વિભાગ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો