Gujarati Video: ભાવનગર ડમીકાંડના 6 આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં કરાયા જેલ હવાલે, તોડકાંડમાં યુવરાજ સાથેના ફરિયાદી ઘનશ્યામ અને બિપિન ત્રિવેદીના 6 દિવસના રિમાન્ડ મંજૂર

Bhavnagar: ભાવનગર ડમીકાંડમાં 6 આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કરાયા છે. તો બીજી તરફ તોડકાંડમાં યુવરાજ સાથેના ફરિયાદી ઘનશ્યામ લાંધવા અને બિપીન ત્રિવેદીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બંનેના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

Gujarati Video: ભાવનગર ડમીકાંડના 6 આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં કરાયા જેલ હવાલે, તોડકાંડમાં યુવરાજ સાથેના ફરિયાદી ઘનશ્યામ અને બિપિન ત્રિવેદીના 6 દિવસના રિમાન્ડ મંજૂર
| Edited By: | Updated on: Apr 24, 2023 | 9:46 AM

ડમીકાંડના વધુ બે આરોપીની પણ ધરપકડ કરાઈ. પોલીસે ઘનશ્યામ લાંધવા અને બિપિન ત્રિવેદીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા. જે બાદ કોર્ટે બંનેના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. આ બંનેના તોડકાંડમાં યુવરાજસિંહ સાથે ફરિયાદમાં નામ છે. બિપિન ત્રિવેદી, યુવરાજના નજીકનો મિત્ર છે. જેનો વીડિયો સામે આવ્યા હતો અને બિપિને જ યુવરાજે 55 લાખ લીધાનો દાવો કર્યો હતો. આ જ વીડિયોમાં ઘનશ્યામનું પણ નામ સામે આવ્યું હતું .જેમણે પૈસાની લેતીદેતી કરી હતી. પોલીસે પણ આ મામલે CCTV સહિતના પુરાવા જપ્ત કર્યાનો દાવો કર્યો હતો.

ભાવનગરમાં ડમી કાંડના વધુ છ આરોપીઓને જેલ હવાલે કરાયા છે. રિમાન્ડ પૂર્ણ થતાં તમામ 6 આરોપીને જેલમાં મોકલી અપાયા છે. ડમી કાંડમાં વિપુલ અગ્રાવત, ભાર્ગવ બારૈયા, પાર્થ જાની, અશ્વિન સોલંકી, રમેશ બારૈયા અને રાહુલ લીંબડીયાને જેલ હવાલે કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Gujarati Video: ગુરૂએ બરબાદ કર્યું શિષ્યનું ભવિષ્ય ! ડમીકાંડનો આરોપી મિલન ઘુઘા બારૈયા છે ખૂબ તેજસ્વી, ગુરુએ મિલનને કૌભાંડમાં ધકેલ્યો

ડમી કાંડમાં અત્યાર સુધી કુલ 10 આરોપીઓ જેલમાં બંધ છે. મહત્વનું છે કે 6 આરોપીઓની ભાવનગર SITએ ગુરૂવારે ધરપકડ કરી હતી. ત્યારબાદ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગ કરી હતી. જેથી કોર્ટે આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતા અને આજે રિમાન્ડ પૂર્ણ થતાં તમામ આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 9:45 am, Mon, 24 April 23