Gujarati Video : હાર્ટ એટેકના કારણે Rajkotમાં વધુ 2 વ્યક્તિના મોત
34 વર્ષીય રાશીદ ખાન કારખાનામાં કામ કરી રહ્યો હતો ત્યારે હાર્ટ એટેક આવ્યો હતો. જેને બેભાન અવસ્થામાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર બાદ તેમનું મોત નિપજ્યું હતું. તો બીજી ઘટનામાં ખોરણા ગામે 45 વર્ષીય રાજેશ ભૂત જ્યારે પોતાની વાડીએ હતા ત્યારે તેમને હાર્ટ એટેક આવતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તેમનું મોત થયું છે.
Rajkot : રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકના (Heart attack) કારણે લોકોના મોત થવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે રાજકોટમાં પણ યુવાનોના હાર્ટ એટેકના કારણે મોત થવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. ત્યારે રાજકોટમાં આજે વધુ 2 વ્યક્તિના મોત નીપજ્યા છે. એક જ દિવસમાં હાર્ટ એટેકથી મોતના બે કેસ નોંધાયા છે.
આ પણ વાંચો Rajkot: રાજકોટમાં બેવડી ઋતુને લઈ રોગચાળો વકર્યો, સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ ઉભરાયા, જુઓ Video
પ્રથમ બનાવની વાત કરીએ તો, 34 વર્ષીય રાશીદ ખાન કારખાનામાં કામ કરી રહ્યો હતો ત્યારે હાર્ટ એટેક આવ્યો હતો. જેને બેભાન અવસ્થામાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર બાદ તેમનું મોત નિપજ્યું હતું. તો બીજી ઘટનામાં ખોરણા ગામે 45 વર્ષીય રાજેશ ભૂત જ્યારે પોતાની વાડીએ હતા ત્યારે તેમને હાર્ટ એટેક આવતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તેમનું મોત થયું છે.
