Gujarati Video: વડોદરામાં કારેલીબાગમાં ઘાસના પુળામાંથી બનાવવામાં આવી 13 ફુટ ઊંચી શ્રીજીની પ્રતિમા, 400 પુળા ડાંગરના ઘાસનો કરાયો ઉપયોગ
Vadodara: વડોદરાના કારેલીબાગમાં ઘાસના પુળામાંથી ગણેશજીની પ્રતિમા બનાવવામાં આવી છે. આ ઈકોફ્રેન્ડલી પ્રતિમા બનાવવા માટે ડાંગરના ઘાસના 400 પુળાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 13 ફુટ ઉંચી આ પ્રતિમા વાસની લાકડી, કાથી, ઘાસ અને સુતળીમાંથી તૈયાર કરવામાં આવી છે.
Vadodara: હાલ ગણેશોત્સવ નજીક છે ત્યારે ગણેશજીની વિધવિધ પ્રતિમાઓ કલાકારો અને કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવે છે. જેમા વડોદરાના કારેલીબાગમાં વલ્લભનગર સોસાયટીના સ્થાનિકોએ ઘાસના પુળામાંથી ગણેશજીની પ્રતિમા બનાવી છે. ગણેશજીની 13 ફુટ ઉંચી આ પ્રતિમા 400 પુળા ડાંગરના ઘાસમાંથી તૈયાર કરવામાં આવી છે. જેમાં વાસની લાકડી, કાથી, સુતળીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ ઘાસના પુળા લોકોએ શ્રીજીની પ્રતિમા બનાવવા માટે દાનમાં આપ્યા હતા. આ પ્રતિમા કોઈ પ્રોફેશનલ આર્ટીસ્ટ દ્વારા નહીં, પરંતુ સોસાયટીના સ્થાનિક યુવકો અને બાળકો દ્વારા તૈયાર કરવામાં આવી છે. દર વર્ષે વલ્લભનગર સોસાયટીના રહીશો દ્વારા ગણેશ વિવિધ પ્રકારની ગણેશજીની પ્રતિમા બનાવવામાં આવે છે.
પ્રતિમાના વિસર્જન માટે પણ વિશેષ વ્યવસ્થા
ગત વર્ષે વલ્લભનગર સોસાયટીના રહીશોએ પેપર કટિંગ, નારિયેળના છોતરાના ભુસામાંથી ઈકોફ્રેન્ડલી પ્રતિમા તૈયાર કરી હતી. ગણેશજીની પ્રતિમાના વિસર્જન માટે પણ વિશેષ આયોજન કરવામાં આવે છે. જેમા નવલખી ખાતે આવેલા કૃત્રિમ તળાવમાં પાણીમાં પ્રતિમાને સ્પર્ષ કરાવી ગૌશાળા અથવા પાંજરાપોળમાં પ્રતિમા લઈ જઈ ગાયોને ખવડાવવામાં આવશે.
વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Breaking News : પરષોત્તમ સોલંકીનું સીમર ગામે કોળી સમાજને દબંગ નિવેદન
Breaking News : અમદાવાદનો શાસ્ત્રી બ્રિજ 11 મહિના રહેશે બંધ
Breaking News : સંબંધો કરતાં જમીન મોટી, રાજોડનું હૃદય હચમચાવતું સત્ય
રાજકોટમાં ‘હું નથુરામ ગોડસે’ નાટકના શો પર કોંગ્રેસનો ઉગ્ર વિરોધ
