Rajkot : મહારાષ્ટ્રમાં પૂરના કારણે અટવાયેલા ગુજરાતી વિદ્યાર્થીઓ આખરે ગુજરાત આવવા રવાના, જુઓ Video

| Edited By: | Updated on: Oct 05, 2023 | 2:02 PM

મહારાષ્ટ્રના પનવેલમાં પૂરને કારણે ટ્રેન અટકી પડતા વિદ્યાર્થીઓ અટવાયા હતા. ટ્રેન આગળ વધી શકી નહીં, કલાકો વિત્યા બાદ પણ કોઈ રસ્તો મળ્યો નહીં. વિદ્યાર્થીઓ કલાકો સુધી ભૂખ્યા અને તરસ્યા હતા. ત્યારે આ મામલે શક્તિસિંહ ગોહિલે પણ ટ્વીટ કરીને મદદ માગી હતી. જો કે, ટ્રેનની અડચણ દૂર થતાં આખરે આ વિદ્યાર્થીઓ સલામત ગુજરાત આવવા નીકળી શક્યા છે.

મહારાષ્ટ્રમાં પૂરના (Flood) કારણે અટવાયેલા ગુજરાતી વિદ્યાર્થીઓ આખરે ગુજરાત આવવા સલામત રવાના થઈ ગયા છે. રાજકોટની મારવાડી યુનિવર્સિટીના 80 વિદ્યાર્થીઓ કેરળના પ્રવાસે ગયા હતા. જ્યાંથી પરત ફરતાં મહારાષ્ટ્રના પનવેલમાં પૂરને કારણે ટ્રેન અટકી પડતા વિદ્યાર્થીઓ અટવાયા હતા.

આ પણ વાંચો Rajkot News : સર્વેશ્વર ચોકમાં સ્લેબ ધરાશાયી થવાના કેસમાં મોટો ઘટસ્ફોટ, સ્લેબનું બાંધકામ ગેરકાયદે હોવાનો ખુલાસો, જુઓ Video

ટ્રેન આગળ વધી શકી નહીં, કલાકો વિત્યા બાદ પણ કોઈ રસ્તો મળ્યો નહીં. વિદ્યાર્થીઓ કલાકો સુધી ભૂખ્યા અને તરસ્યા હતા. ત્યારે આ મામલે શક્તિસિંહ ગોહિલે પણ ટ્વીટ કરીને મદદ માગી હતી. જો કે, ટ્રેનની અડચણ દૂર થતાં આખરે આ વિદ્યાર્થીઓ સલામત ગુજરાત આવવા નીકળી શક્યા છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 01, 2023 11:26 PM