Gujarati: વડોદરામાં રસ્તા પરના ખાડા પર શરૂ થઈ રાજનીતિ, કોંગ્રેસ શહેર પ્રમુખે સત્વરે ખાડા પુરવાની કરી માગ

|

Sep 21, 2023 | 12:07 AM

Vadodara: વડોદરામાં રસ્તા પરના ખાડાને લઈને હવે રાજનીતિ તેજ થઈ છે. ગણેશજી પ્રતિમા લઈને જતી એક ટ્રોલી ખાડાને કારણે પલટી જતા ગણેશજીની પ્રતિમા ખંડિત થઈ હતી. ત્યારે આયોજકો પણ ભાવુક થયા હતા. આ મુદ્દે કોંગ્રેસે રસ્તા પરના ખાડાને જવાબદાર ગણાવતા રોડના કામમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો અને રસ્તા પરના ખાડા વહેલીતકે પુરવાની માગ કરી.

વડોદરામાં ગણેશજી લઇને જતા દરમિયાન ટ્રેક્ટર ઊંધુ પડી ગયું હતું. જેના માટે કોંગ્રેસે રસ્તા પરના ખાડાને જવાબદાર ઠેરવ્યા છે અને મ્યુનિસિપલ કચેરીમાં જઇને ઉગ્ર રજૂઆત કરીને આવેદન આપ્યું તેમજ વિરોધ નોંધાવ્યો. કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષી પણ હાજર રહ્યા. શહેર કોંગ્રેસે આક્ષેપ કર્યા છે કે વડોદરા શહેરના અનેક રસ્તા અને બ્રિજ ખખડધજ થયા છે. ખાડા પડી ગયા છે પરંતુ કોર્પોરેશન દ્વારા આ ખાડા પૂરવામાં નથી આવતા. વહેલી તકે રસ્તા પરના ખાડા પૂરવા કોંગ્રેસે માગ કરી છે. આ રજૂઆત દરમિયાન મ્યુનિસિપલ કમિશનર સાથે કોંગ્રેસના કાર્યકરોની માથાકૂટ થઇ ગઇ અને સિક્યુરિટીને બોલાવવાની ફરજ પડી.

આ પણ વાંચો: Gujarati Video: કડાણા ડેમમાંથી છોડાયેલા પાણીથી અનેક વિસ્તારો થયા તબાહ, અનેક લોકોના ઘરમાં ઘુસ્યા પાણી, ઘરવખરી તણાઈ

શહેરમાં ખાડાના કારણે ગઇ કાલે એક ગર્ભવતી મહિલા એક્ટિવા પરથી પડી ગઇ. તેવા પણ કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષીએ આક્ષેપ કર્યા. કોર્પોરેશનમાં રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ પણ કર્યો. બીજી તરફ મ્યુનિસિપલ કમિશનરે કોંગ્રેસના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા. તેમણે કહ્યું કે, ગઇ કાલે ટ્રેક્ટર પડ્યું, તે ટ્રોલીમાં ખામી હતી. રોડમાં નહીં. તેમના પ્રમાણે રોડના ખાડા પૂરી દેવાયા છે. કોંગ્રેસે તંત્ર સામે ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ઉગ્ર રજૂઆત કરીને માગ કરી છે, કે શહેરના તમામ ખાડાનું સમારકામ કરવામાં

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video