Ahmedabad : ઈરાનમાં (Iran) મૂળ અમદાવાદના દંપતીને બંધક બનાવવાના પ્રકરણમાં એજન્ટ અભય રાવલ અને પિન્ટુ ગોસ્વામીને પૂછપરછ બાદ પોલીસ દ્વારા છોડી દેવાયા છે. જોકે એજન્ટની (agent) સંડોવણી હશે તો આગામી સમયમાં ધરપકડ કરવામાં આવશે. સત્તાવાર રીતે કેસની તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ એજન્ટ અભયે નિવેદન આપ્યું છે કે- તેણે બંધક દંપતીને છોડાવવા માટે 7 લાખ રૂપિયા ચૂકવ્યા હતા.
આ પણ વાંચો- Gujarati Video: મહેસાણામાં પાકિસ્તાની નાગરિકોના ગેરકાયદે ચૂંટણી કાર્ડ કઢાવવાના મુદ્દે નોંધાઈ ફરિયાદ
મહત્વનું છે કે ગેરકાયદે અમેરિકા જવાના ચક્કરમાં પંકજ પટેલ અને તેની પત્નીને ઈરાનમાં બંધક બનાવી લેવાયા હતા. જ્યાં પાકિસ્તાની એજન્ટે પંકજ પટેલને ક્રૂરતાની હદ વટાવીને માર માર્યો હતો. જે પછી તેનો વીડિયો વાયરલ થયો હતો. ત્યારબાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી હતી અને એજન્ટની ચુંગાલમાંથી દંપતીને મુક્ત કરાવ્યું હતું. હાલ આ દંપતી અમદાવાદમાં પોતાના ઘરે સુરક્ષિત છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો