Video : પાકિસ્તાન જેલમાં બંધ ભારતીય માછીમારોને સહન કરવા પડે છે અમાનુષી અત્યાચાર, માછીમારની વેદનાની ઓડિયો ક્લીપ આવી સામે

|

Sep 19, 2022 | 9:00 AM

પાકિસ્તાનની જેલમાં બંધ માછીમારોને (Indian Fisherman) થતી હેરાનગતિ આ ઓડિયામાં વર્ણવામાં આવી છે. પાકિસ્તાની જેલમાં માછીમારો કોઈ ગુનેગાર નથી છતાં તેમને અમાનુષી અત્યાચાર સહન કરવા પડે છે.

પાકિસ્તાનની જેલમાં (Pakistan jail)  બંધ ભારતીય માછીમારોની (Fisherman) હાલત કેવી થાય છે તે ક્યારેય વિચાર્યું છે.આખો દિવસ તનતોડ મહેનત કરો, લોકોનો માર ખાઓ. આટલું કરવા છતાંય ન ખાવાના ઠેકાણા, ન સૂવા માટે કોઈ સુવિધા…! કંઈક આવી જ યાતના ભોગવવી પડે છે પાકિસ્તાની જેલોમાં બંધ ભારતીય માછીમારોને. વર્ષોથી પાકિસ્તાની જેલમાં બંધ માછીમારો નર્ક જેવી જિંદગી પસાર કરી રહ્યા છે, ત્યારે પાકિસ્તાની (pakistan) જેલમાં બંધ એક માછીમારની ઓડિયો ક્લીપ (Audio Clip)  સામે આવી છે. જેમાં પાકિસ્તાનની જેલમાં બંધ માછીમારોને થતી હેરાનગતિ વર્ણવામાં આવી છે. પાકિસ્તાની જેલમાં માછીમારો કોઈ ગુનેગાર નથી છતાં તેમને અમાનુષી અત્યાચાર સહન કરવા પડે છે.

કંઈક આવી જ યાતના ભોગવવી પડે છે માછીમારોએ

ક્યારેક તો જેલમાંથી છૂટવામાં વર્ષો લાગી જાય છે, અને કેટલાક કમનસીબ તો જેલમાં જ દમ તોડી દે છે.ઓડિયો ક્લીપમાં માછીમારની વાત સાંભળીને સમજી શકાય છે કે, જો પરિવારને એક દિવસ મળવાની આશા ન હોય તો કેવી પીડા થાય છે.હાલ આ ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

માછીમારી દરમિયાન ભારતીય જળસીમામાંથી અપહરણ

થોડા દિવસો અગાઉ પાકિસ્તાનની જેલમાં કેદ રહેલા 20 ભારતીય માછીમારોને (Indian fishermen) મુક્ત કરવામાં આવ્યા હતા. આ છૂટકારાને પગલે માછીમારો તેમજ તેમના પરિવારજનો મોટો હાશકારો અનુભવ્યો હતો.પાકિસ્તાને મુક્ત કરેલા મોટા ભાગના માછીમારો ગીર સોમનાથ, પોરબંદર (Porbandar) અને દેવભૂમિ દ્વારકા અને જામનગરના રહેવાસી હતા. હજી પણ ભારતના 650 માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે.સામાન્ય રીતે માછીમારી દરમિયાન ભારતીય જળસીમામાંથી પાકિસ્તાન મરિન સિક્યુરિટી (Pakistan marine security)  માછીમારોનું અપહરણ કરતા હોય છે.

Next Video