Porbandar: પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા 20 માછીમારો પહોંચશે માદરે વતન

માછીમારી દરમિયાન ભારતીય જળસીમામાંથી પાકિસ્તાન મરિન સિક્યુરિટી દ્વારા ભારતીય માછીમારોનું (Indian fishermen) અપહરણ કરે છે. આવા 20 માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.

Porbandar: પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા 20 માછીમારો પહોંચશે માદરે વતન
20 માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 20, 2022 | 1:20 PM

પાકિસ્તાનની જેલમાં કેદ રહેલા 20 ભારતીય માછીમારોને (Indian fishermen) મુક્ત કરવામાં આવ્યા છે. આ છૂટકારાને પગલે માછીમારો તેમજ તેમના પરિવારજનો મોટો હાશકારો અનુભવ્યો છે. પાકિસ્તાને મુક્ત કરેલા મોટા ભાગના માછીમારો ગીર સોમનાથ, પોરબંદર (Porbandar) અને દેવભૂમિ દ્વારકા અને જામનગરના રહેવાસી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. હજી પણ ભારતના 650 માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે. માછીમારી દરમિયાન ભારતીય જળસીમામાંથી પાકિસ્તાન મરિન સિક્યુરિટી (Pakistan marine security) દ્વારા ભારતીય માછીમારોનુંઅપહરણ કરે છે. આવા 20 માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. તેઓ આવતીકાલે વતન આવી પહોંચશે. આ માછીમારોને પાકિસ્તાનની કેટલીક સેવાભાવી સંસ્થાઓ દ્વારા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના પાર્સલ પેક કરીને આપવામાં આવ્યા હતા.

માછીમારોની વાઘા બોર્ડર ખાતે તપાસ થશે

મુક્ત કરવામાં આવેલા તમામ માછીમારોની વાઘા બોર્ડર ખાતે તપાસ કરવામાં આવશે. ત્યારબાદ તેમને માદરે વતન પહોંચાડવાની કામગીરી હથા ધરવામાં આવશે. જોકે માછીમાર એસોસિયેશનનના આગેવાનોએ રજૂઆત કરી છે કે માછીમારોની સાથે તેમની બોટને પણ મુક્ત કરી દેવામાં આવે. જેથી વર્ષો બાદ પરત ફરેલા માછીમારો તેમની રોજી રોટી સરળતાથી મેળવી શકે. ઉલ્લેખનીય છે કે ગુજરાતને વિશાળ દરિયાકાંઠો મળેલો છે અને આ દરિયાકાંઠે વસતા મોટા ભગાના માછીમાર પરિવારો તેના દ્વારા જ રોજીરોટી મેળવે છે. આ માછીમારોમાં ગીર સોમનાથ, જાફરાબાદ, પોરબંદર, વેરાવળ સહિતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વસતા માછીમારોનો સમાવેશ થાય છે.

પાકિસ્તાન મરિન સિક્યુરિટી વારંવાર માછીમારોનું અપહરણ કરે છે

ભારતીય જળ સીમા નજીકથી પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી અવારનવાર ફિશિંગ બોટ સાથે માછીમારોના અપહરણ કરી જાય છે. અત્યાર સુધી પાકિસ્તાન દ્વારા ભારતના 650 માછીમારોના અપહરણ કરવામાં આવ્યા છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">