Gujarat Weather: ચોમાસાને લઈને ગુજરાતવાસીઓએ જોવી પડી શકે છે રાહ, દક્ષિણ ગુજરાતમાં એક દિવસ વરસાદની આગાહી, જુઓ Video

|

Jun 05, 2023 | 9:46 PM

કેરળમાં ચોમાસાની સિસ્ટમ બની ન હોવાથી ચોમાસું મોડુ આવશે. એટલે કે ચોમાસાને લઈને ગુજરાતવાસીઓએ રાહ જોવી પડી શકે છે. મહત્વનુ છે કે દક્ષિણ ગુજરાતમાં એક દિવસ વરસાદની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ડાંગ, તાપી અને વલસાડમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

Gujarat Weather Forecast: ગુજરાતવાસીઓને ચોમાસા માટે રાહ જોવી પડશે. કેરળમાં ચોમાસાની સિસ્ટમ (monsoon system) બની ન હોવાથી ગુજરાતમાં ચોમાસું બેસવામાં વિલંબ થશે. ગુજરાતમાં ચોસામાને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. જે મુજબ ગુજરાતમાં ચોમાસા માટે લોકોએ રાહ જોવી પડશે. કેરળમાં ચોમાસું બેસ્યાના 15 દિવસ બાદ ગુજરાતમાં વરસાદ આવી શકે છે. હાલ કેરળમાં કોઇ વરસાદી સિસ્ટમ બની નથી.

આ પણ વાંચો : રાજ્યમાં આગામી દિવસોમાં કમોસમી વરસાદની સંભાવના, અનેક વિસ્તારોમાં ઠંડક પ્રસરશે

બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં એક દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. ડાંગ, તાપી અને વલસાડમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. અરબ સાગરમાં સર્ક્યુલેશન સિસ્ટમ બની હોવાથી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વાવાઝોડાને કારણે દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મહત્વનુ છે કે આગામી પાંચ દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. જેને કારણે રાજ્યમાં ગરમીના પ્રમાણમાં વધારો થશે.

 હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video