Gujarat weather : પવનોના સૂસવાટા વચ્ચે ગુજરાત ઠંડુંગાર, હજી 3 દિવસ શીતલહેરની આગાહી
મોડી સાંજથી ઠંડા પવનો (Cold wave) ફૂંકાવાની શરૂઆત થતા કેટલાક શહેરોમાં રાત્રિના તાપમાનનો પારો અતિશય નીચો જતો રહે છે. પહાડી વિસ્તારોમાં બરફ વર્ષાને કારણે ઠંડી વધવાની વકી છે. તારીખ 4 જાન્યુઆરીની રાત્રે મોટા ભાગના શહેરોમાં તાપમાનનો પારો નીચો ઉતર્યો હતો.
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ઠંડા પવનો ફૂંકાવાને કારણે કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે હજી આગામી 3 દિવસ રાજ્યમાં આ પરિસ્થિતિ રહેશે અન શીત લહેરનો અનુભવ થતા વાતાવરણ ઠંડુગાર રહેવાનો અનુભવ થશે. ખાસ કરીનો મોડી સાંજથી ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત થતા કેટલાક શહેરોમાં રાત્રિના તાપમાનનો પારો અતિશય નીચો જતો રહે છે. પહાડી વિસ્તારોમાં બરફ વર્ષાને કારણે ઠંડી વધવાની વકી છે. તારીખ 4 જાન્યુઆરીની રાત્રે મોટા ભાગના શહેરોમાં તાપમાનનો પારો નીચો ઉતર્યો હતો અને નલિયા તથા બનાસકાંઠાના ડીસામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું. હાલમાં ઉત્તર ભારતના રાજ્યોમાં પણ હાડ ધ્રૂજાવતી ઠંડી પહી રહી છે તો કાશ્મીરમાં પણ બરફ વર્ષા થઈ છે. તેની અશરરૂપે ગુજરાતમાં પણ જાન્યુઆરી મહિનાની શરૂઆતથી જ સારી ઠંડી પડી રહી છે.
ડીસામાં પારો ગગડીને 9 ડિગ્રીએ પહોંચ્યો
દરમિયાન રાજ્યના મહત્વના શહેરોના તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં મહત્તમ તાપમાન 26 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી નોંધાયું હતું તો બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 24 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાનનો પારો રાત્રિના સમયે 9 ડિગ્રી સુધી ગગડી ગયો હતો. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 26 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી નોંધાયું હતું.. રાજકોટ જિલ્લામાં મહત્તમ તાપમાન 27 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી તો .પાટણમાં મહત્તમ તાપમાન 26 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી જેટલું નીચું ગયું હતું. જ્યારે વડોદરામાં મહત્તમ તાપમાન 28 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી તો સુરતમાં મહત્તમ તાપમાન 29 જિગ્રી તથા લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી નોંધાયું હતું.