આજનું હવામાન : ગુજરાતમાં ફરી કમોસમી વરસાદનો થશે કહેર ! આગામી સમયમાં ઠંડીનો પ્રકોપ સામાન્ય કરતા વધે તેવી સંભાવના, જુઓ વીડિયો
રાજ્યમાં આગામી 2 દિવસ છૂટો છવાયો વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરી છે. તો હવામાન વિભાગની આગાહી અનુસાર અરવલ્લી,મહીસાગર,દક્ષિણ ગુજરાત,અમદાવાદ,અમરેલીમાં છૂટોછવાયો વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરી છે. તો પશ્ચિમ તરફથી આવતા પવનોના કારણે વાતાવરણમાં ભેજ પણ જોવા મળશે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રવિવારે કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. તો રાજ્યમાં આગામી 2 દિવસ છૂટો છવાયો વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરી છે. તો હવામાન વિભાગની આગાહી અનુસાર અરવલ્લી,મહીસાગર,દક્ષિણ ગુજરાત,અમદાવાદ,અમરેલીમાં છૂટોછવાયો વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરી છે.
તો પશ્ચિમ તરફથી આવતા પવનોના કારણે વાતાવરણમાં ભેજ પણ જોવા મળશે. તો ભેજના કારણે વરસાદી માહોલ જોવા મળી શકે છે. તો ભેજના કારણે આગામી સમયમાં ઠંડીનો પ્રકોપ સામાન્ય કરતા વધે તેવી સંભાવના છે. તો મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા ઘટે તેવી સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રવિવારે અમદાવાદ,આણંદ,છોટાઉદેપુર, ડાંગ, ગાંધીનગર, ખેડા, મહેસાણા, નવસારી, પાટણ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 28 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો બનાસકાંઠા, દાહોદ,નર્મદા સહિતના જિલ્લાઓમાં 26 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.
તેમજ અમરેલી, ભરુચ, ગીર સોમનાથ,પોરબંદર સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો બીજી તરફ આજે અમદાવાદ, બોટાદ, છોટાઉદેપુર, ડાંગ, ખેડા, મોરબી, મહેસાણા,નવસારી સહિતના જિલ્લાઓમાં 19 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.
