આજનું હવામાન : વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, અનેક જિલ્લાઓમાં થશે માવઠું, જુઓ વીડિયો
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરી છે. આગામી 3 દિવસ છૂટાછવાયા કમોસમી વરસાદની શક્યતા છે. તો 24 કલાકમાં દાહોદ, પંચમહાલ, ખેડા, મહીસાગરમાં વરસાદની પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્યમાં ફરી માવઠાને લઈને હવામાન વિભાગની મોટી આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરી છે. આગામી 3 દિવસ છૂટાછવાયા કમોસમી વરસાદની શક્યતા છે. તો 24 કલાકમાં દાહોદ, પંચમહાલ, ખેડા, મહીસાગરમાં વરસાદની પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો આજે દક્ષિણ ગુજરાતના વડોદરા, ભરૂચ, નર્મદામાં વરસાદ પડે તેવી સંભાવના છે . તેમજ સાયક્લોનીક સર્કયુલેશન સક્રિય થતાં માવઠું થઈ શકે છે. 3 દિવસ બાદ રાજ્યમાં ઠંડીનું જોર વધશે.હાલ સૌથી ઓછું નલિયામાં 12.2 ડિગ્રી તાપમાન છે. જ્યારે અમદાવાદમાં 19.6 ડિગ્રી જ્યારે ગાંધીનગરમાં 19.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.મિચાંગ સાયક્લોનની ગુજરાત પર હાલ કોઈ અસર રહેશે નહીં.
તો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શનિવારે અમદાવાદ, આણંદ,ભાવનગર, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહેસાણા, નવસારી, પાટણ, વડોદરા સહિતના જિલ્લાઓમાં 28 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો વલસાડ,તાપી, સુરેન્દ્રનગર, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન થાય તેવી સંભાવના છે. તો ડાંગ,દેવભૂમિ દ્વારકા, જામનગર, મહીસાગર, પંચમહાલ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.
