આજનું હવમાન : રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે, ડાંગ સહિતના જિલ્લાઓમાં માવઠાની સંભાવન, જુઓ વીડિયો

|

Nov 30, 2023 | 8:06 AM

રાજ્યમાં આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં માવઠું થાય તેવી સંભાવના છે. તો આગામી દિવસોમાં ડાંગ, દાહોદ સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડે તેવી સંભાવના છે. તેમજ હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 4-5 દિવસ વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા વ્યક્ત કરી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુરુવારે રાજ્યમાં ઠંડીનો માહોલ રહે તેવી સંભાવના છે. તો રાજ્યમાં આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં માવઠું થાય તેવી સંભાવના છે. તો આગામી દિવસોમાં ડાંગ, દાહોદ સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડે તેવી સંભાવના છે. તેમજ હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 4-5 દિવસ વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા વ્યક્ત કરી છે.

તો આજે અમદાવાદ,આણંદ,ભરુચ, જામનગર,કચ્છ,મોરબી,નર્મદા,પાટણ, સુરેન્દ્રનગર, વડોદરા સહિતના જિલ્લાઓમાં 21 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.તો તાપી,રાજકોટ,ગાંધીનગર,દેવભૂમિ દ્વારકા,દાહોદ,છોટાઉદેપુર,બોટાદ સહિતના જિલ્લાઓમાં 19 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.તેમજ નવસારી,ખેડા,અરવલ્લી સહિતના જિલ્લાઓમાં 20 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તો બનાસકાંઠા, ગીર સોમનાથ, મહીસાગર, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં 18 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, આણંદ, ભાવનગર, ડાંગ,દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર,મહેસાણા, નવસારી સહિતના જિલ્લાઓમાં 33 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો નર્મદા, મોરબી, કચ્છ,જુનાગઢ,જામનગર,ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:53 am, Thu, 30 November 23

Next Video