Gujarat Weather Forecast : આજે બોટાદ જિલ્લામાં રાજ્યનું સૌથી વધુ 38 ડિગ્રી તાપમાન રહેશે, જુઓ Video

author
| Edited By: | Updated on: Jun 23, 2023 | 7:40 AM

આજે શુક્રવારે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના દરેક જિલ્લાઓમાં ગરમીથી રાહત મળવાની સંભાવના છે. જેમાં આજે ડાંગ જિલ્લામાં દિવસ દરમિયાન તાપમાન 33 ડિગ્રી રહેવાની સંભાવના છે. તો જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ.

Gujarat Weather Forecast : આજે શુક્રવારે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના દરેક જિલ્લાઓમાં ગરમીથી રાહત મળવાની સંભાવના છે. જેમાં આજે ડાંગ જિલ્લામાં દિવસ દરમિયાન તાપમાન 33 ડિગ્રી રહેવાની સંભાવના છે. તો ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહે તેવી સંભાવના છે. તો આ તરફ અમદાવાદમાં આજે 37 ડિગ્રી તાપમાન રહેશે.

આ પણ વાંચો : Gujarat Weather Forecast : આજે જૂનાગઢ સહિત અનેક જિલ્લાઓમાં વરસાદની સંભાવના,જુઓ Video

જો વાત કરીએ અમરેલી,આણંદ,ગાંધીનગર, કચ્છ અને સુરતની તો ત્યાં આજે દિવસ દરમિયાન 36 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો બીજી તરફ બનાસકાંઠા,ગીર સોમનાથ,પોરબંદર,રાજકોટ જેવા જિલ્લાઓમાં આજે 32 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે. બોટાદ જિલ્લામાં આજે 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. જુનાગઢ અને જામનગરમાં 34 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. આ ઉપરાંત રાજ્યમાં દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેશે.

તો હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં ચોમાસા માટે રાહ જોવી પડે તેવી શક્યતાઓ છે. હાલના સમયમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં જે વરસાદ વરસી રહ્યો છે. તેને લઈને પણ હવામાન વિભાગે સ્પષ્ટતા કરી છે. હવામાન વિભાગ અનુસર અત્યારે વરસી રહેલો વરસાદ ભેજના કારણે સામાન્ય વરસાદ અનેક વિસ્તારોમાં પડી રહ્યો છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો